પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તીખું પાણી માટે:-
  2. 1 કપકોથમીર
  3. 1 કપફુદીનો
  4. 4-5 નંગલીલા મરચાં
  5. 1 ટુકડોઆદુ
  6. 2 નંગલીંબુ નો રસ
  7. 1 ટી સ્પૂનપાણી પૂરી નો મસાલો
  8. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  9. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  10. 1 ટી સ્પૂનમીઠું
  11. 1/4 ટી સ્પૂનહિંગ
  12. 1 લિટરપાણી
  13. 4-5કયુબ બરફ
  14. મીઠી ચટણી માટે:-
  15. 1/2 કપઆંબલી
  16. 1/2 કપખજૂર
  17. 1/2 કપગોળ
  18. મીઠું સ્વાદ મુજબ
  19. 1 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  20. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  21. બટાકા ના મસાલા માટે:-
  22. 4 નંગબાફેલા બટાકા
  23. 2 કપબાફેલા ચણા
  24. 1 કપબાફેલા મગ
  25. 1/4 કપસમારેલી કોથમીર
  26. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  27. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  28. 1/2 ટી સ્પૂનપાણી પૂરી નો મસાલો
  29. 1/2 ટી સ્પૂનમીઠું
  30. એસેમ્બલ માટે:-
  31. સમારેલા કાદાં
  32. નમકીન બુંદી
  33. નાયલોન સેવ
  34. પૂરી નું પેકેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તીખું પાણી બનાવવા માટે ની ઉપર ની સામગ્રી મિક્સરમાં વાટી લો. પછી તેમાં ઠંડુ પાણી જરૂર મુજબ લીંબુ, મીઠું અને નમકીન બુંદી ઉમેરી પાણી તૈયાર કરી લેવું.

  2. 2

    મીઠું પાણી માટે ખજૂર, આંબલી અને ગોળ ને ગરમ પાણી માં 1 કલાક પલાડવા. પછી તેમાં બેલેન્ડર ફેરવી ગાળી લેવું. પછી તેમાં મીઠું, મરચું પાઉડર અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  3. 3

    એક બાઉલમાં બટાકા ના મસાલા માટે ના બધા ધટકો ઉમેરી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો.

  4. 4

    હવે પૂરી માં કાણું પાડી અંદર બટાકા નો મસાલો ઉમેરવો પછી તેમાં સમારેલા કાદાં અને સેવ ઉમેરવી. અને સાથે તીખું પાણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (38)

Similar Recipes