રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી પૂરી નું પાણી બનાવવા માટે મિક્સિ જાર માં કોથમીર,ફૂદીનો,મીઠું,લીંબુ,સંચર,લીલા મરચા નાખી ક્રશ કરવું.ક્રશ કરેલા માંથી 4 થી 5 ચમચી રાગડા માટે રાખવું.બાકી ને 1 તપેલી માં પાણી નાખી પાણી પૂરી નું પાણી બનાવવું.હવે તેમાં જરૂર પમાણે મીઠું,સંચર,લીંબુ નાખી મિક્સ કરવું.તો રેડી છે પાણી પૂરી નું તીખું પાણી.
- 2
વટાણા ને 8 થી 10 કલાક ગરમ પાણી માં પલાળવા.પછી મીઠું નાખી ગેસ પર કુકર બટેકા અને વટાણા માં પાણી નાખી 7 થી 8 વીસલ મારવી.પછી વટાણા કાચા લાગે તો બટેકા કાઢી ને ફરી 6 થી 7 વિશલ મારવી.બટેકા ની છાલ કાઢી લેવી.ડુંગળી ને ઝીણી કટ કરવી.
- 3
ખજૂર આંબલી ની ચટણી ખજૂર અને આંબલી ને 4 થી 5 કલાક પહેલાં ગરમ પાણી માં પ્લાડવો.પછી ખજૂર આંબલીના બિયા કાઢી મિક્સિ જાર માં ક્રશ કરવી.ચારણી વડે તેને ગાળી ને ગેસ પર તપેલી માં ગરમ કરવા મુકવી.હવે તેમાં ગોળ નાખી થોડી ઉકળે એટલે તેમાં મીઠું,મરચુ નાખવું.જો સફેદ ફીણ નીકળે એટલે તેને કાઢી લેવા તો રેડી છે ખાટી મીઠી ચટણી.
- 4
રાગડા માટે 1 કઢાઈ તેલ મૂકી તેલ ગરમ થાય પછી જીરું નાખી તતળે ક્રશ કરેલ મરચાં નાખી પછી હિંગ નાખવી.રાખેલ કોથમીર ફુદીના ની ચટણી નાખી તેમાં બાફેલા વટાણા,બટેકા નાખી મિક્સ કરવું.હવે મીઠું,લીંબુ,સંચર નાખવું જરૂર પમાણે.હવે લાસ્ટ માં પાણીપુરી નું પાણી નાખી રગડો રેડી કરવો.હવે લાસ્ટ માં કોથમીર નાખવી.રગડો રેડી છે.
- 5
હવે 1 ડીશ માં પાણી પૂરી નું પાણી,પૂરી,મીઠું પાણીઝીણી સેવ,રગડો,ડુંગળી બધું સર્વ કરવું.પાણી પૂરી ની પૂરી માં રગડો,બને પાણી,સેવ,ડુંગળી બધું નાખી ખાવા ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફાયર રગડા પાણીપૂરી (Fire Ragda Panipuri Recipe In Gujarati)
#EB#Week7Weekand recipeફાયર પાણીપુરી રગડા પાણીપૂરીપાણીપુરીમાં રગડા ફ્લેવર ખુબ જ સરસ લાગે છે અને ફાયર પાણીપુરી અત્યારે ખુબજ ટ્રેન્ડમાં છે તો આપ પણ જરૂરથી બનાવશે Kalpana Mavani -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#Mumbai_Streetstyle_Ragda_Paanipuri પાણીપુરી નું નામ સાંભળતાની સાથે જ દરેક ના મોંમાં પાણી આવી જાય છે. પાણીપૂરી નાના બાળકો થી લઈને વૃદ્ધ એમ દરેક લોકો ને પસંદ હોય છે. તમે પણ ઘણી વખત પાણી પૂરી ખાતી જ હસે. આ એક સરળ અને સ્વાદિસ્ટ બ્રેકફાસ્ટ છે. પરંપરાગત રીતે પાણીપુરી ની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા, ફુદીના મરચાની તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવી ને તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીપુરી માં આવા સૂકા મસાલા ના બદલે અન્ય વાનગી, રગડા પેટીસ નો રગડો ભરી ને વેચવામાં આવે છે. જેને અલગ અલગ સ્વાદ વાળા પાણી સાથે ખાવા માં આવે છે. જેમ કે આંબલી નું પાણી, લસણ નું પાણી, જલજીરા નું પાણી, લીંબુ નું પાણી અને ખજૂર નું પાણી વગેરે ...આ પાણીપુરી માં નાખવામાં આવતા જુદાં જુદાં ઘટકો ને કારણે એનો સ્વાદ તો જોરદાર હોય જ છે પણ સાથોસાથ આરોગ્ય લાભ પણ થાય છે. જો યોગ્ય લિમિટ માં પાણીપુરી ખાવામાં આવે તો એના ઘણા ફાયદાઓ પણ છે. પાણીપુરી નું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેના સેવન થી એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરી ના સેવનથી પાચનક્રિયા સુધરે છે...મને તો જો પાણીપુરી ખાવાનું કહે તો હું એકસામટી પચાસ નંગ જાપટી જાવ...😋🤣🤪😜 Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
-
-
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
-
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#SF#Street food recipe challengeકોઈ પણ એવી વ્યક્તિ નહિ હોય કે જેને પાણી પૂરી ન ભાવતી હોય. બધી જ ઉંમરના દરેક વ્યક્તિ ને પાણી પૂરીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય.ભારતનાં જુદા-જુદા પ્રદેશ માં જુદા-જુદા નામથી ઓળખાય છે. બંગાળી અને મધ્ય પ્રદેશ માં પુચકા કહેવાય. ઉત્તર પ્રદેશમાં ગોળ ગપ્પા કહેવાય. હરિયાણા અને પંજાબ માં બતાશા કે પતાશા કહેવાય.ગુજરાત અને મુંબઈ માં પાણી પૂરી કહેવાય. જે પણ નામ હોય પણ દરેક લોકો ને ભાવતી પાણી પૂરી.. દરેક વર્ગનાં લોકોને લારી પર જ ખાવાની મજા આવે. We can say it "National Street Food" 🥰😋 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ