સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...

#farali
#sabudanavada
#cookpadindia
#cookpadgujarati

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...

#farali
#sabudanavada
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 servings
20 મિનીટ
  1. 1 વાડકીસાબુદાણા
  2. 4બાફેલા બટાકા
  3. 1/2 કપશેકેલા શીંગદાણા નો ભૂકો
  4. 5-6લીલા મરચાં ની પેસ્ટ
  5. 1/2 tspલીંબુ નો રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

3 servings
  1. 1

    સાબુદાણા ને બરાબર ધોઈ એમાં સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરી 6 થી 7 કલાક જેવું ઢાંકીને પલાળી રાખો.

  2. 2

    પછી સાબુદાણા માં મીઠું, બાફેલા બટાકા મસળીને, લીલા મરચાં ની પેસ્ટ, લીંબુ નો રસ, શેકેલા શીંગદાણા નો ભૂકો, કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરો. આરા લોટ ઉમેરવાની જરૂર નથી કેમકે આપણે આ વડા શેલો ફ્રાય કરવાના છે.

  3. 3

    હવે આ મિશ્રણ માં થી મનપસંદ આકાર ના વડા બનાવી લો. મેં વડા ને ડીપ ફ્રાય નથી કર્યા. એકદમ ઓછા તેલ મા બનાવેલ છે પણ ટેસ્ટ માં એકદમ ટેસ્ટી લાગે છે.

  4. 4

    એક ફ્લેટ પેન મા થોડું તેલ લગાડી ગરમ થાય એટલે બનાવેલ વડા ગોઠવી દો. થોડી વાર પછી વડા ને પલટાવી બીજી બાજુ શેકી લો. તૈયાર છે લેસ ઓઇલ સાબુદાણા વડા જેને ગ્રીન ચટણી કે દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes