રગડા-મસાલા પાણીપુરી

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ફુદીનો
  2. ૧૫૦ ગ્રામ કોથમીર
  3. ૧૫૦ ગ્રામ લીલા મરચા
  4. ૭ કપપાણી + ૧.૧/૨ કપ + ૧ કપ
  5. લીંબુનો રસ
  6. ૨ ટી સ્પૂનસંચળ + ૧ ટી સ્પૂન
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ટે. સ્પૂન તેલ
  9. ૧/૨ ટી સ્પૂનરાઈ
  10. ૧ ટી સ્પૂનલાલ મરચુ
  11. ૧/૨ ટી સ્પૂનહળદર
  12. ૧ ટી સ્પૂનધાણાજીરૂ + ૧/૨ ટી સ્પૂન
  13. ૧ કપલીલા વટાણા
  14. બટાકા
  15. ૨૫૦ ગ્રામ ખજૂર
  16. ટામેટા (મીડીયમ સાઈઝના)
  17. ૧/૨ કપગોળ
  18. ૧/૪ કપજીરૂ
  19. ૧/૨ ટી સ્પૂનતજ
  20. લવિંગ
  21. ૧૦-૧૨ મરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી બનાવવા :- સૌથી પહેલા ફુદીના, કોથમીર તથા લીલા મરચાંને ધોઈ, ચુંટી લેવા. પછી સમારીને ૧ કપ પાણી લઈ મિક્ષરમાં ક્રશ કરી લેવા. પછી તેને ગરણીથી ગાળી લેવું.

  2. 2

    હવે એક મોટા તપેલાંમાં ગાળેલાં મિશ્રણને લઈ, તેમાં ૬ કપ પાણી નાખી મિક્ષ કરવું. પછી તેમાં સંચળ, લીંબુનો રસ તથા મીઠું નાખી સરસ રીતે હલાવી લેવું. હવે પાણીપુરી માટે પાણી તૈયાર છે. તેને ફ્રીજમાં ઠંડું થવા મુકી દેવું.

  3. 3

    હવે રગડો બનાવવા માટે :- પલાળેલા લીલા વટાણા તથા બટાકાને કૂકરમાં બાફી લેવા. પછી ગેસ ચાલુ કરી તેના પર એક તાવડીમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ, રાઈ, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ નાખી હલાવી લેવું. પછી તેમાં લીલા વટાણા તથા બાફેલા બટાકા સમારીને નાખવા. ૧ કપ પાણી અને જરૂરીયાત મુજબ મીઠું નાખી ઉકાળવું.

  4. 4

    ખજૂરની ચટણી બનાવવા :- ખજૂર, ટામેટા તથા ગોળને કૂકરમાં પાણી લઈ બાફી લેવા. પછી ઠંડું થાય એટલે તેને મિક્ષરમાં થોડું પાણી લઈ ક્રશ કરી લેવું. પછી ગરણીથી ગાળી લેવું. હવે તેમાં ૧/૨ ટી સ્પૂન લાલ મરચુ, ૧ ટી સ્પૂન ધાણાજીરૂ તથા સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી લેવું.

  5. 5

    કોરા મસાલા માટે :- ગેસ ધીમી આંચ પર ચાલુ કરી તાવડીમાં જીરૂ થોડું શેકવું. પછી તેમાં તજ, મરી,લવિંગ અને ધાણાજીરૂ પાઉડર નાખી થોડું સાંતળી લેવું. પછી ઠંડું થાય એટલે તેને મિક્ષરમાં ક્રશ કરી લેવું. પછી તેમાં સંચળ નાખવુ. અને સ્વાદ મુજબ મીઠું નાખી મીક્ષ કરી દેવું. એટલે કોરો મસાલો તૈયાર.

  6. 6

    આપણી મસ્ત ટેસ્ટી પાણીપુરી તૈયાર😋😋😋☺️☺️
    - તમે આ સાથે ઝીણી સેવ, મસાલા મમરી, કાંદા પણ ખાઈ શકો☺️☺️
    - તમે ચપટી પૂરી, સેવ અને દહીનો ઉપયોગ કરી સેવપુરી પણ ખાઈ શકો છો😋😋☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes