બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week26
#FoodPuzzleWeek26Keyword_Bread
આ કેક ખૂબ જ ઓછા સમય માં અને ઘર ની ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.બેક કરવા ની જરૂર નથી .અચાનક કોઈ મહેમાન આવી જાય કે બાળક ને લંચ બોક્સ માં દેવા માટે પરફેકટ છે.

બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક

#GA4
#Week26
#FoodPuzzleWeek26Keyword_Bread
આ કેક ખૂબ જ ઓછા સમય માં અને ઘર ની ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.બેક કરવા ની જરૂર નથી .અચાનક કોઈ મહેમાન આવી જાય કે બાળક ને લંચ બોક્સ માં દેવા માટે પરફેકટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

નો કુકિંગ
2 સર્વિંગ્સ
  1. 10બ્રેડ ની સ્લાઈસ
  2. 10ઓરીયો બિસ્કીટ
  3. 2 ટીસ્પૂનદળેલી સાકર+ 4 ટેબલસ્પૂન પાણી
  4. 3/4 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

નો કુકિંગ
  1. 1

    સૌ પ્રથમ બધી બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાતર થી કાપી લેવી.તેની કિનારી ને ન ફેકવી.તેમાંથી બ્રેડ ક્રંબ બનાવી શકાય.એક વાટકી માં સાકર અને પાણી મિક્સ કરી સાકર ઓગળે ત્યાં સુધી બરાબર હલાવી સાકર નું પાણી તૈયાર કરવું.

  2. 2

    ઓરીયો બિસ્કીટ ક્રીમ વાળા હોય છે.તેના પડ છૂટા કરી આ રીતે છરી ની મદદ થી બધા બિસ્કીટ માંથી ક્રીમ અલગ ડીશ માં કાઢી લેવા.તે તૂટે નહી તેનુ ધ્યાન રાખવું.એક ક્રીમ માંથી બે ભાગ કરી લેવા.બિસ્કિટ ના ટુકડા કરી મિક્ષર જાર માં તેનો એકદમ ઝીણો પાઉડર બનાવી લેવો.એક બાઉલ માં આ પાઉડર કાઢી લેવો.પછી તેમાં થોડું થોડું દૂધ જરૂર પ્રમાણે નાખી ને બરાબર મિક્સ કરતા જવું.એકદમ ફાઇન કેક ના ખીરું જેવું મિશ્રણ થવું જોવે.થોડું જાડું અને લમ્પફ્રી.

  3. 3

    હવે એક પ્લેટ માં નીચે થોડું આ બિસ્કીટ નું મિશ્રણ લગાવી તેના પર બ્રેડ ની સ્લાઈસ મૂકવી.તેના પર એક ચમચી સાકાર નું પાણી લગાવી દેવું.હવે બિસ્કીટ નું મિશ્રણ બ્રેડ પર બરાબર સ્પ્રેડ કરી દેવું.

  4. 4

    તેના પર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી સાકર નું પાણી અને બિસ્કીટ નું મિશ્રણ લગાડી દેવું.આ રીતે પાંચ બ્રેડ સ્લાઈસ નો થર બનાવવો.હવે આ બ્રેડ ની કેક ની ચારે સાઈડ પર પણ બિસ્કીટ નું મિશ્રણ લગાવી દેવું જેથી બ્રેડ દેખાય નહિ.આ કેક પર મેલ્ટ કરેલી ચોકલેટ નાખવી હોય તો નાખી શકાય.આ રીતે બંને કેક તૈયાર કરી લેવી.તેને સેટ થવા 1/2 કલાક ફ્રીઝ માં મૂકવી.ક્રીમ માં થી આ રીતે ચાર ગુલાબ ના ફૂલ બનાવી લેવા.

  5. 5

    ફ્રીઝ માં થી કેક કાઢી તેના પર ગુલાબ થી ગાર્નિશ કરવું.તો તૈયાર છે બ્રેડ ઓરીયો બિસ્કીટ ની ફાયરલેસ કેક.!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

Similar Recipes