પાઉં ગાંઠિયા (Pau Ganthiya Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#CT
બધા જ શહેરમાં કાઈને કાઈ વાનગી ફેમસ હોઈ છે એમ જ અમારે ભાવનગર ની ફેમસ ડિશ છે "પાઉં-ગાંઠિયા".થોડી જ સામગ્રી માં ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં તો સુપર્બ.આ હું મારા મમ્મીએ આપેલી રીત થી કરું છું.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. મીડિયમ સાઈઝ ના પાઉં
  2. ૨૫૦ ગ્રામ તીખા ગાંઠિયા
  3. ૫ ગ્લાસપાણી
  4. ૪-૫ નંગડુંગળી
  5. લીલું મરચું
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. ૭-૮પાન ફુદીના ના પાન વાટેલા
  8. ૧/૪ ચમચીઆદુ ખમળેલું
  9. ૧/૪ કપકોથમીર
  10. લીંબુનો રસ
  11. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પહેલા ડુંગળી ખમળી લો.

  2. 2

    પછી તેમાં લીંબુ સિવાય ની બધી સામગ્રી એડ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં પાણી ને લીંબુ રસ ઉમેરો.અને એ પાણી ને ફ્રીજ માં 1/2 કલાક ઠંડુ થવા મૂકી દો.

  4. 4

    સર્વ કરવા વખતે પાણી માં પાઉં અને ગાંઠિયા ના ટુકડા કરી મિક્સ કરી ને ખાવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.આ ફોટોમાં બતાવ્યા પ્રમાણે 👇🏻

  5. 5

    ➡️*ભાવે તો પાણી બનાવતી વખતે તેમાં થોડી ખાંડ પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes