કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#CT

કહેવાય છે કે, કચ્છી દાબેલી ની શોધ, આક્સમિત રીતે માંડવી માં થઈ છે,મારું મૂળ સિટી માંડવી છે,તો ચાલો થોડું એના વિશે જણાવું,
૧૯૪૭ માં ભારત _પાકિસ્તાન ના ભાગલા થયા ત્યારે એક સિંધી પરિવાર માંડવી માં સ્થાઈ થયો, એ પરિવાર ના મુખિયા એટલે રૂપન ભાટિયા , રુપન ભાઈ બેકરી ચલાવતા અને તે દરમિયાન મોહનભાઈ બાવા બટાકા નું શાક બનાવતા હતા,રૃપન ભાઈ અને મોહનભાઈ ગાઢ મિત્રો હતા,એક વખત રૂપનભાઈ ને બહુ કામ આવી જતા તેઓ ઘરે જમવા ન જઈ શક્યા,અને મોહનભાઈ પાસેથી શાક મંગાવી ને પાઉં વચ્ચે શાક દબાવી ને ખાઈ લીધું, રૂપનભાઈ ને આ સ્વાદ બહુજ ભવ્યું અને મોહનભાઈ ને તેમની બેકરી પર બોલાવ્યા. મોહનભાઈ એ પણ પાઉં વચ્ચે બટાકા નું શાક દબાવી ને ખાધું .તેમને પણ બહુ જ ભાવ્યું. બસ કહેવાય છે કે ત્યારથી દાબેલી ની શોધ થઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫_૪૦ મિનિટ
૩ લોકો
  1. ૧૦_૧૧ મીડિયમ સાઇઝ ના બટાકા
  2. ડુંગળી
  3. ૨.૫ ઇંચ બીટ નો ટુકડો
  4. પાઉં
  5. જાતની ચટણી(લસણની અને ખજૂર આંબલીની)
  6. ૧ બાઉલ ગાભા ભાઈ માંડવી વાળા નો દાબેલી નો મસાલો
  7. ૧ બાઉલ મસાલા શીંગ
  8. ૨ ટીસ્પૂનમીઠું(ટેસ્ટ મુજબ)
  9. થોડાલીલા ધાણા
  10. થોડી સેવ

રાંધવાની સૂચનાઓ

૩૫_૪૦ મિનિટ
  1. 1

    બટાકા અને બીટ ને ધોઈ ને કુકરમાં ૪ સિટી વગાડી ને બાફી લેવા,

  2. 2

    બે જાતની ચટણી તૈયાર કરી લેવી,ડુંગળી સમારી લેવી, બાફેલા બટાકા અને બીટ ને મેશ કરી લેવા,એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું,

  3. 3

    હવે તેમાં દાબેલી નો મસાલો નાખી સાંતળો,આ મસાલો નાખીએ તો બીજો કોઈ મસાલો નાખવાની જરૂર નથી,મસાલો સંતડાઇ જાય એટલે તેમાં બટાકા તથા બીટ નો તૈયાર કરેલો માવો નાખી દેવો,તેને થોડી વાર થવા દેવું પછી તેમાં મીઠું,લસણ ની ચટણી અને ખજૂર_ આંબલી ની ચટણી નાખી મિક્સ કરવું, તેમાં થોડું (૧/૨ કપ) પાણી નાખી ને ૪_૫ મિનિટ થવા દેવું,

  4. 4

    હવે પાઉં ની વચ્ચે ચપ્પુ વડે કાપો પડી,પહેલા તેમાં બંને ચટણી ફેલાવી,તેની ઉપર થોડું શાક અને ફરી ચટણી અને ઉપર શાક,હવે મસાલા શીંગ અને સમારેલી ડુંગળી નાખી,એક પેન માં બટર લગાવી તેમાં શેકી લેવી,શેકેલી પસંદ ન હોય તો કાચી પણ ખાઈ શકાય,તો તૈયાર છે,માંડવી ની કચ્છી દાબેલી,,,,,😋 તેની ઉપર બારીક સેવ અને લીલા ધાણા નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

Similar Recipes