આલુ પરોઠા(Aloo Paratha Recipe In Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4લોકો માટે
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 200 ગ્રામબટાકા
  3. 6 ચમચીતેલ મોણ માટે અને વઘાર માટે
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચી મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 1/2 ચમચી જીરૂ
  11. 1/2 ચમચી ખાંડ
  12. 5 ચમચીશેકવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પહેલાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું,જીરુ,અને તેલ નાખવું અને પરોઠા નો લોટ બાંધવો

  2. 2

    હવે બાફેલા બટાકા લેવા,અને એક તપેલીમાં 3 ચમચી તેલ મૂકી તેમાં જીરુ નાખી વઘાર કરવો અને બટાકા,મરચું હળદર ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ, ધાણજીરું,મીઠું ખાંડ,વગેરે નાખવા

  3. 3

    બધી સામગ્રી મિક્સ કરી લેવી અને બટાકા નો છૂંદો કરીને મસાલો તૈયાર કરવો અને ઠંડુ થવા દેવું

  4. 4

    હવે ઘઉં ના લોટ નો લુવો લઈ નાની પૂરી જેવું વણવું અને ઉપર બટાકા નું પૂરણ મૂકી ગોળો વાળી પરોઠું વણવું

  5. 5

    આ પરોઠા ને લોઢી પર બન્ને બાજુ તેલ લગાવી ને શેકી લેવા

  6. 6

    અને દહીં અથવા ચટણી સાથે પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes