દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Dipika Ketan Mistri
Dipika Ketan Mistri @dipika1226
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
3 લોકો
  1. ૫૦૦ ગ્રામ કણકી કોરમુ
  2. 1 વાડકીદહીં
  3. 1મોટી દુધી
  4. ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચી હળદર
  7. મીઠું સ્વાદનુસાર
  8. ૩ ચમચીખાંડ
  9. વઘાર માટે
  10. ૩ ચમચીતેલ
  11. ચમચીતલ
  12. ૧ ચમચીરાઈ
  13. 1 ચમચીઅથાણા નો સંભાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કણકી કોરમા નો લોટ અને દહીં લો. હવે થોડા નવશેકા પાણીથી કણકી કોરમુ ના લોટ અને તેમાં દહીં નાખી પલાળી દો. ૬ થી૭ કલાકને આથો લાવવા મૂકી દો

  2. 2

    હવે એક દૂધ લઈ તેને સારી રીતે ધોઇને છોલી લો. હવે એની છીણી મદદથી છીણી લો.

  3. 3

    હવે આથો આવેલ આ મિશ્રણમાં દૂધીનું છીણ નાખો અને બરાબર મિક્સ કરો. હવે આદુ લસણ મરચાની પેસ્ટ નાખો

  4. 4

    હવે તેમાં હળદર મીઠું મરચું ધાણાજીરૂ નાખો. હવે એક વઘારીયા માં તેલ લઇ તેમાં રાઈ જીરુ અને સંભાર મસાલો નાખી વધાર ને હાંડવાના મિશ્રણમાં નાંખો

  5. 5

    હવે આ બધું બરાબર મિક્સ કરી તેમાં થોડું ખાવાનો સોડા નાખી હાંડવા નું મિશ્રણ તૈયાર કરો હવે એમાંથી નોન-સ્ટીક પેનમાં નાના નાના હાંડવા ઉતારો.

  6. 6

    હવે હાંડવો બંને બાજુ બરાબર થઈ જાય એટલે એને બહાર કાઢી પીઝા કટરથી ટુકડા કરી તેને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Ketan Mistri
પર

Similar Recipes