દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#goldenapron3
#week15#lauki
#વેસ્ટ
હાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે.

દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)

#goldenapron3
#week15#lauki
#વેસ્ટ
હાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 થી 5 સર્વિંગ્
  1. 2 કપકણકિકોર્મા નો લૉટ
  2. 1ઘઊ નો કકરો લૉટ
  3. 500gm દૂધી
  4. 3-4 ચમચીઆદુ,મરચા,લસણ, કોથમીર ની પેસ્ટ
  5. 1/2 કપગોળ
  6. 1/2 કપદહી
  7. 1 ચમચીગાળ્યા અથાણા નો મસાલો
  8. 1/2 tspબેકીંગ સોડા
  9. 1/2 કપસીંગ દાણા
  10. 1 ચમચીરાઈ
  11. 2 ચમચીતલ
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીહિંગ
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરુ
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 3-4 ચમચીતેલ
  18. 2વઘાર ના મરચાં
  19. સ્વાદ અનુસારમીઠું
  20. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી મા 2 વાડકી કનકિકોરમા નો લોટ લો તેમાં ઘઊ નો કકરો લૉટ મોઈ ને લેવો. હવે તેમાં દહી તથા પાણી નાખી ને ખીરુ બરાબર હલાવી દેવું.અને તેને લગભગ 4 થી 5 કલાક સુધી તાપ મા મૂકી દેવું.

  2. 2

    4 થી 5 કલાક પછી તેમાં આથો આવી ગયો હસે. હવે ખીરા મા આદુ, મરચાં,લસણ અને કોથમીર ની પેસ્ટ, ગોળ, દૂધી નુ છીણ, હળદર, ધાણા જીરું,ગરમ મસાલો,તથા મીઠું ભેળવી દેવું.

  3. 3

    હવે તેમાં સીંગ દાણા, તથા અથાણા નો મસાલો ભેળવી દો.તેમાં 1/2 tsp જેટલો બેકીંગ સોડા ઉમેરી એકજ તરફ હલાવવું. જેથી ખીરુ એકદમ હલકુ થઈ જસે. હવે એક હાંડ્વા ના કુકર ને તેલ થી ગ્રીસ કરી તેના પર ઘઊ નો લૉટ છાંટી દેવો.તથા તેમાં ખીરુ રેડી દેવું.તેના ઉપર કોથમીર ભભરાવી દેવી.

  4. 4

    હવે એક વઘરિયા મા તેલ ગરમ કરી તેમાં રાઈ મુકવી. રાઈ તતળે એટલે તેમાં હિંગ, વઘાર ના મરચાં, તલ તથા લાલ મરચું નાખી હાંડ્વા ની ઉપર ફેલાવી દેવું. હવે ગેસ પર એક રેતી ભરેલી પ્લેટ ની ઉપર આ કુકર ને ગોઠવી દેવું અને ઢાંકણ બંધ કરી દેવું.થોડી વાર સુધી તે હાઈ ફ્લેમ પર રાખવુ.હાંડ્વો ફુલી જાય ત્યારે ફ્લેમ ને ધીમી કરી દેવી. અડધા કલાક પછી તેમાં ચપ્પુ કોચી ને ચેક લારી લેવુ.જો ચૌટે તો થોડી વાર વધારે બેક થવા દેવું.અને તે ચૌટે નહી તો હાંડ્વો તૈયાર છે. હવે તેને બરાબર થંડો પડવા દો.તૈયાર છે એકદમ સ્પોન્જી અને ટેસ્ટી હાંડ્વો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes