બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#KS5
સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલો- બટાકા
  2. સ્વાદ મુજબ - સિંધવ મીઠુ
  3. 1 ચમચી- ફટકડી
  4. વેફર તળવા માટે ની સામગ્રી :-
  5. 1 વાડકી- સીંગતેલ
  6. 2 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  7. 2 ચમચી- દરેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટાકા ને લઇ ધોઈ લો. પછી છાડા ઉખાડી દો. પછી ફરી થી બરાબર ધોઈ ને વેફર મશીન માંથી વેફર પાડી લો.વેફર માટે બહુ મોટા નહિ અને બહુ નાના નહિ તેવા બટાકા પસંદ કરો.

  2. 2

    પછી પડેલી વેફર ને 3-4 વખત ધોઈ થોડી વાર પાણી ભરેલા મોટા વાસણ માં મૂકી રાખો.

  3. 3

    ત્યાર બાદ તપેલી માં પાણી નાંખી ઉકળે પછી તેમાં ખાંડેલી ફટકડી નાંખી દો અને સિંધવ મીઠુ નાંખી વાસણ માં ભરેલી વેફર પાણી નિતારી ને નાંખી દો. ઢાંકણ ઢાંકી દો.10-15 મિનિટ માં ચઢી જાય પછી કાણા વાળા ટોપા માં કાઢી લો.

  4. 4

    થોડી ઠંડી થાય પછી એક કોટન કટકો પાથરી સુકવી દો. તેને તમે તાપ માં અથવા ઘર માં પંખા નીચે પણ સુકવી શકો છો. એક આખો દિવસ સુકવી રાખો. બરાબર ના સુકાય તો થોડી વાર બીજે દિવસે પણ મૂકી દો.

  5. 5

    તો રેડી છે સુકવણી માંથી ફરાળી વેફર

  6. 6

    હવે સૂકવેલી વેફર ને ફીટ ડબ્બા માં ભરી દો અને થોડી વેફર ને તાવડી માં તેલ મૂકી તળી લો. તળી દીધા પછી તેમાં કાશ્મીરી લાલ મરચું અને દરેલી ખાંડ નાંખી હલાવી દો.ફરાળ માટે વફર ખાવા ની છે એટલે સીંગતેલ નો ઉપયોગ કર્યો છે.

  7. 7

    તો રેડી છે આપડી ફરાળી વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
મેં પણ તમારી જેમ ફેરફાર સાથે પાઉડર બનાવ્યો

Similar Recipes