ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર (Instant Potato Wafer Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

આ વેફર તાજી બનાવેલી હોય એટલે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.અત્યારે તો બટાકા નવા હોય એટલે મસ્ત બને છે.ફટાફટ બની જાય છે .એકદમ ફરસાણ ની દુકાને મળે તેવો જ ટેસ્ટ આવે છે.

ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર (Instant Potato Wafer Recipe In Gujarati)

આ વેફર તાજી બનાવેલી હોય એટલે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.અત્યારે તો બટાકા નવા હોય એટલે મસ્ત બને છે.ફટાફટ બની જાય છે .એકદમ ફરસાણ ની દુકાને મળે તેવો જ ટેસ્ટ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 5 થી 6 મોટા બટાકા
  2. તેલ તળવા માટે
  3. મીઠું સ્વાદ મુજબ પાણી માં ઓગાળેલું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈ લો. ત્યારબાદ તેની છાલ ઉતારી લો.

  2. 2

    હવે પાણી ભરેલા બાઉલમાં સ્લાઈઝર ની મદદથી બધી વેફર પાડી લો.

  3. 3

    પાડેલી વેફરને બે વખત પાણીથી ધોઈ લો.બધી વેફર ને ચારણી નાખી ને બધું પાણી નીતારી લો.

  4. 4

    ત્યારબાદ તેલ ગરમ મૂકો. હવે તેમાં ધોઈ અને નીતારેલી વેફર નાખો.ત્યાર બાદ તેમાં મીઠું નાખી ને ઓગળેલા પાણી માંથી ૧/૨ ટી સ્પૂન પાણી જેમાં વેફર તળાતી હોય તેમાં નાખો.ગેસ ની ફ્લેમ મિડીયમ જ રાખવી.

  5. 5

    હવે તેને બે ત્રણ વખત ફેરવી ને કડક થાય ત્યાં સુધી તળી લો.કડક થાય એટલે વેફર ને તેલ માંથી કાઢી લો.

  6. 6

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બટાકા વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes