બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ - જેમકે ખાટી મીઠી સાદી કઢી, પકોડા કઢી, જુદી જુદી ભાજીની કઢી, રીંગણની કઢી વગેરે વગેરે.... એમાંથી મેં આજની વિસરાઈ ગયેલી એવી દાદીમાના જમાનામાં બનાવાતી એવી બટાકાની કઢી મેં બનાવી છે. આ કઢી હું મારા દાદી પાસેથી શીખી છું. કોઈ વખત બટાકાનું શાક વધ્યું હોય તો પણ એમાંથી પણ બનાવી શકાય.
#AM1

બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)

કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ - જેમકે ખાટી મીઠી સાદી કઢી, પકોડા કઢી, જુદી જુદી ભાજીની કઢી, રીંગણની કઢી વગેરે વગેરે.... એમાંથી મેં આજની વિસરાઈ ગયેલી એવી દાદીમાના જમાનામાં બનાવાતી એવી બટાકાની કઢી મેં બનાવી છે. આ કઢી હું મારા દાદી પાસેથી શીખી છું. કોઈ વખત બટાકાનું શાક વધ્યું હોય તો પણ એમાંથી પણ બનાવી શકાય.
#AM1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 4-5 નંગમિડીયમ સાઈઝના બટાકા
  2. 5 વાડકીખાટી છાશ
  3. 3-4 ચમચીચણાનો લોટ
  4. 3-4 ચમચીખાંડ
  5. 1 ચમચીવાટેલા આદું- મરચાં
  6. 15-20કળી લસણ વાટેલું
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. સ્વાદમુજબ મીઠું
  10. 2 ચમચીઘી
  11. 1 ચમચીતેલ
  12. 1/2 ચમચી જીરું
  13. 1/4 ચમચી રાઈ
  14. 1 નંગતમાલપત્ર
  15. 2-3લવિંગ
  16. 1 નંગલાલ આખું મરચું
  17. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાના કટકા કરી કૂકરમાં એને બાફી લો. બટાકા બફાઈ જાય અને ઠંડા પડે પછી એને છોલી લો. પછી અડધા બટાકાના કટકા કરો અને બાકી ના બીજા બટાકાને હાથની મદદથી થોડા અધકચરા છૂંદી લો.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ તથા ઘી ઉમેરી ગરમ કરવા મૂકો. પછી એમાં રાઈ તથા જીરું ઉમેરો એ તતડે એટલે એમાં હીંગ ઉમેરી એમાં વાટેલું લસણ, વાટેલા આદું-મરચાની પેસ્ટ, તજ-લવિંગ, તમાલપત્ર તથા લાલ આખું મરચું ઉમેરો.

  3. 3

    1/2મિનિટ પછી એમાં હળદર, મીઠું તથા લાલમરચું પાઉડર ઉમેરો. પછી એને હલાવી લો.

  4. 4

    હવે એ કઢાઈમાં કટકા કરેલા તથા અધકચરા ક્રશ કરેલા બટાકા મિક્સ કરી બરાબર હલાવી લો.

  5. 5

    હવે ખાટી છાશમાં ચણાનો લોટ,ખાંડ તથા મીઠું ઉમેરી એને બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લો.

  6. 6

    હવે આ છાશના મિશ્રણમાં તૈયાર કરેલા બટાકાના મિશ્રણને ઉમેરો.

  7. 7

    હવે મિક્સ કરેલા આ મિશ્રણને ગૅસ પર ઉકળવા મૂકો.હવે આ કઢી ઉકળે અને થોડી ઘટ્ટ થાય ત્યારે એમાં 1/2 ચમચી વાટેલું લસણ ઉપરથી ઉમેરો જેથી કાચા લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.એકાદ મિનિટ એને ઉકાળી ગૅસ બંધ કરી લો. હવે બટાકાની આ કઢી તૈયાર છે.

  8. 8

    બટાકાની આ કઢી ભાખરી, રોટલી,રોટલા, ખીચડી તથા ભાત સાથે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes