કઢી(Kadhi Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#AM1
દાળ કે કઢી આપણા રોજીંદા ભોજનનું એક મહત્વનું ભાગ છે. દાળ કોઈપણ કોરા શાક સાથે સરસ લાગે છે, પરંતુ કઢી અમુક શાક સાથે જ સારી લાગે છે. અમારે ત્યાં કઢી સાથે ભીંડાનું શાક, મુળાનું શાક અથવા છુટ્ટા મગ બને છે. દરેક ઘરે અલગ-અલગ રીતે કઢી બનતી હોય છે, પાતળી, ઘટ્ટ, ખાટી મીઠી, તીખી, વગેરે... અમારે ત્યાં કઢી થોડી ઘટ્ટ અને ખાટી મીઠી બનાવીએ છીએ. તમે પણ ચોક્કસ બનાવજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-22 મિનિટ
5 સર્વિંગ
  1. વઘાર કરવા માટે
  2. 1 ટે.સ્પૂન તેલ 1 ટે.સ્પૂન
  3. 1.5 ટી.સ્પૂનરાઈ
  4. 1 ટી.સ્પૂનજીરું
  5. 1 ટી.સ્પૂનમેથીદાણા
  6. 1 ટી.સ્પૂનહીંગ
  7. 5-7લીમડાના પાન
  8. 1સૂકું લાલ મરચું
  9. 2 નંગસમારેલા લીલા મરચાં
  10. 1.5 લીટર છાશ
  11. 2-2.5 ટે.સ્પૂન ચણાનો લોટ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 2 ટી.સ્પૂનગોળ
  14. કોથમીર ગાનિઁશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20-22 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવું. રાઈ, જીરું, મેથીદાણા, હિંગ, લીમડાના પાન તથા સૂકા લાલ મરચાં નો વઘાર કરવું. તેમાં સમારેલા લીલા મરચાં, મોટા કટકામા સમારેલું આદુ એડ કરવું.

  3. 3

    હવે છાશ એડ કરવી. (છાશ થોડી ખટાશ વાળી લેવી, જેથી કઢીનું સ્વાદ સરસ લાગે છે) ફ્લેમ ધીમી કરી ચણાનો લોટ એડ કરવું. ગઠ્ઠા ન રહે એ રીતે હલાવવું. મીઠું એડ કરવું.

  4. 4

    હવે ફલૅમ ફાસ્ટ કરવી, હલાવતા રહેવું. 2-3 ઉભરા આવે પછી તેમાં ગોળ એડ કરવું. સારી રીતે ઉકાળવી. છાશની કચાશ ન રહે અને કઢી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવું. ગરમાગરમ કઢી ખીચડી સાથે અથવા અન્ય શાક સાથે સર્વ કરવી. સર્વ કરતી વખતે કોથમીર એડ કરવી.

  5. 5

    આ કઢી સાથે ભીંડા બટેટાનું શાક, સ્ટીમ રાઈસ, રોટલી અને લસણની ચટણી સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes