પ્રોટીન રિચ પિનટ પુલાવ (Protein Reach Peanut Pulao Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#AM2
રાઈસ રેસિપીસ
ચોખા/ભાત

ભાત એ આપણા ઘરે રોજ બનતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ
વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે
પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો
બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક
ચોક્કસ રીત હોય છે .સદા ભાતને વિવિધ પોશકમૂલ્યો સાથે રાંધીને પીરસીએ
ત્યારે તેનું પોષણમૂલ્ય બેવડાઈ જાય છે ,મકાઈના દાણાં શીંગદાણા નો ઉપયોગ કરી
મેં પ્રોટીન રિચ પુલાવ બનાવ્યોછે જે ઘરના સભ્યોને પૂરતી તંદુરસ્તી અર્પે છે ,બાળકો
અમુક વસ્તુ ખાવાની આનાકાની કરતા હોય છે તો આ રીતે વેરિએશન કરીને ખવરાવવાથી હોંશેહોંશે ખાઈ લે છે ,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ કપબાસમતી ભાત બાફેલા
  2. ૪ કપલીલા વટાણા
  3. ૧/૪ કપગાજર, સમારેલા
  4. ૧/૪ કપકેપ્સિકમ, સમારેલા
  5. ૧/૪ કપફણસી, સમારેલી
  6. ૧/૪ કપમકાઈના બાફેલા દાણાં
  7. મધ્યમ ડુંગળી, સમારેલી
  8. ૧/૨ ચમચીજીરું
  9. તમાલ પત્ર
  10. ૧ ટુકડોતજ
  11. લવિંગ
  12. ૧/૪ ચમચીહળદર
  13. ૧/૪ ચમચીમરી પાઉડર
  14. લીલા મરચા, સમારેલા
  15. ૧/૪ ચમચીલાલ મરચું
  16. ટુકડા૮-૧૦ શેકેલા કાજુ ના
  17. ૩ ટેબલ સ્પૂનશીંગદાણા તળીને ફાડા કરેલા
  18. ૩ ચમચીલીલી કોથમીર, સમારેલી
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. ઘી તેલ વઘાર માટે
  21. પાણી જરુરમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા અને દાળને સારી રીતે ધોઈ અલગ અલગ પલાળી દ્યો
    ૩૦ મિનિટ સુધી પલાળવાના છે.
    ચોખા છુટ્ટા બાફવા મુકીયે ત્યારે જ તેમાં એક લવિંગ,એક ઇલાયચી,
    એક તજનો ટુકડો,એક નાનો ટુકડો તમાલપત્ર ઉમેરવું,
    ઓસાવતી વખતે આ બધી વસ્તુ કાઢી લેવી,
    ભાત ઓસાવીને બે ગ્લાસ પાણી ભાત પર રેડી દેવું
    જેથી વધુ ના ચડી જાય

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, તજ ઉમેરો
    અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.
    પછી તેમાં હળદર, ફણસી, ગાજર, વટાણા અને મીઠું મીક્ષ કરો અને તેને
    ૫-૭ મિનિટ સુધી ચડવા દો.

  3. 3

    બધું બરાબર શેકાય જાય એટલે તેમાં કેપ્સિકમ, લાલ મરચું, મરી પાઉડર
    ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો.

  4. 4

    હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બધું બરાબર મીક્ષ કરો.પછી ગેસ બંધ
    કરી દો અને તેની પર કોથમીર અને શેકેલા કાજુ ભભરાવો.મકાઈ ના દાણાં ઉમેરો
    છેલ્લે પીરસતી વખતે ઉપર તળેલા મીઠુંમરી નાખેલા શીંગદાણા ઉમેરો,
    શીંગદાણાથી સ્વાદ ખુબ જ સરસ આવે છે.
    તૈયાર છે વેજીટેબલ પુલાવ,,દહીંના રાઈતા સાથે પીરસો,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes