કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#GA4
#Week19
#Pulao

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad

ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે 
પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે?
આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6 વ્યક્તિ
  1. 1 1/2 કપચોખા
  2. 2ઝૂડી પાલક
  3. 2ટામેટાં
  4. 3ડુંગળી
  5. 3/4 કપમકાઈના દાણા
  6. 6-7લીલાં મરચાં
  7. 12-15કળી લસણ
  8. 1 ચમચીજીરું
  9. 1/2 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણા જીરું
  11. 1/2 ચમચીહળદર
  12. 3/4 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1ચમચો તેલ
  15. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં,ડુંગળી કાપી લો. મકાઈના દાણા છુટાં કરી લો.મરચાં અને લસણ ક્રશ કરી લો.પાલક ઝીણી સમારીને બ્લાંચ કરી લો.ચોખા પણ ધોઈને પલાળી દો.

  2. 2

    હવે એક પેનમાં તેલ અને બટર ઉમેરી ગરમ કરો.1 ચમચી જીરું ઉમેરો.જીરું ગુલાબી થાય એટલે ડુંગળી અને ક્રશ કરેલાં લસણ-મરચાં ઉમેરો.ડુંગળી નો કલર થોડો બદલાય એટલે કે ગુલાબી થાય પછી મકાઈના દાણા,ટામેટાં અને બ્લાંચ કરેલી પાલક ઉમેરો.

  3. 3

    હવે બધાં મસાલા ઉમેરો.સ્લો ગેસ પર 5 થી 10 મિનિટ બધાં શાક અને મસાલા ચડવા દો.ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    મસાલો તેલ છોડે પછી ચોખા ઉમેરો.ચોખા ઉમેર્યા બાદ ફાસ્ટ ગેસ કરી હળવા હાથે 2-3 વખત સાંતળો. જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી લો.

  5. 5

    ચોથા ભાગનું પાણી રહે પછી ગેસ સ્લો કરી પેન ને ઢાંકી દો.5 થી 10 મિનિટ બાદ ઢાકણ હટાવી જોઈ લેવું.પુલાવ તૈયાર છે.5 મિનિટ માટે ઢાંકી રાખવું.ત્યારબદ ગરમા ગરમ સર્વ કરો.

  6. 6

    તૈયાર છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ કોર્ન પાલક પુલાવ.

  7. 7

    આમ તો આ પુલાવનો પોતાનો જ સ્વાદ ખુબ સરસ છે એટલે કઈ સાથે કાઈ ના પણ પિરસવામાં આવે તો ચાલે.

  8. 8

    પણ મે અહી પાપડ,ડુંગળી અને લીંબુ સાથે સર્વ કર્યુ છે.દહીઁ અને છાશ પણ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes