લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#AM2
ચોખા માંથી અનેકવિધ વાનગીઓ બનાવી શકીએ છીએ.. પણ તેમાંય ખીચડી નું એક અલગ જ સ્થાન હોય છે ઘર માં. આજ ચોખા અને દાળ લઈને તેમાં અલગ સ્વાદ ઉમેરી ને લહસૂની પાલક ખીચડી બનાવીએ તો બાળકો પણ હોંશે હોંશે ખાશે.

લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)

#AM2
ચોખા માંથી અનેકવિધ વાનગીઓ બનાવી શકીએ છીએ.. પણ તેમાંય ખીચડી નું એક અલગ જ સ્થાન હોય છે ઘર માં. આજ ચોખા અને દાળ લઈને તેમાં અલગ સ્વાદ ઉમેરી ને લહસૂની પાલક ખીચડી બનાવીએ તો બાળકો પણ હોંશે હોંશે ખાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/4 કપમગ ની પીળી છડી દાળ
  2. 1/4 કપતુવેર દાળ
  3. 1/2 કપચોખા
  4. 3 કપપાણી
  5. 1/2 tspહળદર
  6. 1/2 tspતેલ
  7. મીઠું જરૂર મુજબ
  8. ✳️પહેલા વઘાર માટે:
  9. 1 tbspતેલ
  10. 1 tspજીરું
  11. 4-5મીઠાં લીમડા ના પાન
  12. 1 કપબ્લાન્ચ કરેલી પાલક ની પ્યુરી
  13. 1/4 કપજીણા સમારેલા ડુંગળી, ટામેટાં
  14. 1 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  15. 1 tspલાલ મરચું પાઉડર
  16. 1 tspગરમ મસાલો
  17. 1 tspધાણાજીરું
  18. 1 tspલીંબુ નો રસ
  19. ✳️બીજો વઘાર કરવા માટે :
  20. 1 tbspઘી અને તેલ મિક્સ
  21. 1 tbspબારીક કાપેલું લસણ
  22. 1 tspજીરું
  23. 1 tspહિંગ
  24. 2સૂકા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બન્ને દાળ અને ચોખા ને લઇ ધોઈ,20 મિનિટ પલાળશું. અને ત્યાર બાદ તેમાં પાણી, હળદર, મીઠું, તેલ 1 ચમચી નાખી 3 સીટી વગાડી બાફી લેશું.પાલક ને બ્લાન્ચ કરી પેસ્ટ બનાવી લેશું.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ લઇ તેમાં જીરું, મીઠાં લીમડા ના પાન નાખી તતડે એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ, જીણા કાપેલા ડુંગળી ટામેટાં, હળદરઃ, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી સાંતળી તેમાં પાલક ની પ્યુરી નાખી થોડી વાર હલાવસું. પછી તેમાં બાફેલી ખીચડી ઉમેરી બધું મિક્સ કરી લેશું.થોડી વધુ નરમ ખીચડી ભાવતી હોય તો થોડું પાણી ઉમેરી શકાય.

  3. 3

    હવે બીજો વગાર રેડી કરશું. તેના માટે એક પાન માં ઘી અને તેલ લઇ તેમાં બારીક સમારેલું લસણ નાખી થોડું બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળશું. પછી તેમાં સૂકું લાલ મરચું, જીરું, હિંગ નાખી તતડે એટલે ખિચડી પર આ વઘાર રેડશું. અને ગરમાગરમ સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes