લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.
#AM1 #daal #દાળ #post1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 થી 50 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3/4 કપમગ ની દાળ
  2. 2 કપપાણી
  3. 1મોટી ઝૂડી અથવા 4 કપ પાલક ઝીણી સમારેલી
  4. 1.5 ટેબલ સ્પૂનલસણ છીણેલું
  5. 1 ગ્લાસપાણી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1-1.5 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1/4 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  10. 1 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  11. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  12. 2 ટેબલસ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  13. વઘાર માટે
  14. 2 ટેબલ સ્પૂનઘી
  15. 1 ટી સ્પૂનજીરું
  16. 1.5 ટેબલ સ્પૂનલસણ ઝીણું સમારેલું
  17. 1આખું લાલ મરચું
  18. 4-5લવિંગ
  19. 1 ટુકડોતજ
  20. 2ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની દાળ ધોઈને ને પાણી માં 1/2 કલાક પલાળી રાખો. ત્યારબાદ કૂકર માં 3 થી 4 સીટી વગાડી સરખી બાફી લો. લસણ સમારી લો અને છીણી લો. નામ માં જ લહસૂની છે એટલે આપણે આમાં લસણ નો વપરાશ સારો એવો કરીશું.

  2. 2

    પાલક ના પાંદડા ને અલગ કરી લો અને સમારી લો. ઉકળતા પાણી માં 3 થી 4 મિનિટ માટે થોડા નરમ થાય ત્યાં સુધી કૂક કરી લો. ઠંડા પાણી માંથી કાઢીને સાઇડ માં રાખી દો.

  3. 3

    દાળ નું કૂકર ઠરે એટલે દાળ ને હેન્ડ બ્લેન્ડર થી મેશ કરી લો. સરખી બફાઈ ગઈ હોય તો તમે આખી પણ રાખી શકો છો અથવા ચમચા થી 1/2 મેશ અને 1/2 આખી આવી રીતે પણ કરી શકો છો. મારો સન નાનો છે એટલે મેં completely મેશ કરી લીધી છે. હવે પાણી અને બધા મસાલા - મીઠું, હળદર, મરચું અને ધાણા જીરું ઉમેરો. મધ્યમ આંચ પર કૂક થવા દો. ઉભરો આવે એટલે ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરો. સરખું મિક્સ કરી લો. 3 મિનિટ બાદ તેમાં કૂક કરેલી પાલક અને છીણેલું લસણ ઉમેરો.

  4. 4

    બધું સરખું મિક્સ કરી લો. કોથમીર ઉમેરો. 2 થી 3 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. હવે આપણે વઘાર કરીશું. 1 વઘારીયા માં ઘી લો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરા નો રંગ બદલાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ, આખું લાલ મરચું, તજ, લવિંગ અને ઈલાયચી ઉમેરો. લસણ નો રંગ બદલાય અને લવિંગ ફૂટે એટલે દાળ પર રેડી દો. કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    મેં અહીં રોટલી, સ્ટીમ રાઈસ અને સલાડ સાથે દાળ સર્વ કરી છે. તમે કોઈ પણ પરાઠા કે રાઇસ સર્વ કરી શકો છો. મન ગમતું ગાર્નિશ અને પ્લેટીંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ (9)

Arti Desai
Arti Desai @artidesai
Nidhi di tamari receipe bov j mast chhe, all receipe suparb 😊😊

Similar Recipes