તીખા ગાંઠિયા નું શાક (Tikha Ganthiya Shak Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
શેર કરો

ઘટકો

  1. 1 ડીશ તીખા ગાંઠિયા
  2. ટામેટા નાના સમારેલા
  3. વઘાર માટે
  4. 2 ચમચીતેલ
  5. ૧ ચમચીલાલ મરચુ
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ને ધોઈ સાફ કરી સમારી લો પછી મરચું હળદર મીઠું ધાણાજીરું આ બધું એક વાટકી માં થોડું પાણી લઈ પેસ્ટ બનાવી લો પછી એક વાડકા માં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઇ નાખવી

  2. 2

    રાઈ થયી જાય એટલે તેમાં હિંગ નાખી સમારેલા ટામેટા તેમાં નાખી લો પછી બનાવેલી પેસ્ટ નાખી બરાબર હલાવી મિક્સ કરવું પછી તેમાં ૧ ગ્લાસ પાણી નાખી બરાબર હલાવી ઉકળવા દો

  3. 3

    પછી પાણી ઊકળે એટલે તેમાં તીખા ગાંઠિયા નાખી બરાબર હલાવી લો ધીમા તાપે ગાંઠિયા ઉકળવા દો પછી ગેસ બંધ કરી દો

  4. 4

    હવે તૈયાર છે ગરમા ગરમ તીખા ગાંઠિયા નું શાક જો ઘરમાં કોઈ શાક ના હોય અને કોઈ મહેમાન ઓચિંતા આવી જાય તો આ તીખા ગાંઠિયા નું શાક એકદમ જલ્દી બની જાય છે ને તેની સાથે ભાખરી કે પરોઠા બહુ જ સરસ લાગે છે તો તૈયાર છે ગાંઠિયા નું શાક ને પરોઠા😋😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes