ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામભીંડા
  2. 3 ટેબલ સ્પૂનતેલ
  3. 1/8 ટી સ્પૂનહિંગ
  4. 1 ટી સ્પૂનહળદર
  5. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  6. 1ટેબલે સ્પૂન લાલ મરચું પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ ભીંડા ને સાફ કરી સમારી લો. હવે એક કડાઈમાં તેલ માં હિંગ મૂકી ભીંડા વઘારી અને હળદર નાખી મિક્સ કરી ધીમા તાપે 10 મિનિટ ચડવા દો.

  2. 2

    હવે ભીંડા માં થી થોડી ચિકાશ ઓછી થાઈ એટલે તેમાં લીંબુ નો રસ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી પાછું 10 મિનિટ ધીમી આંચ પર રાખો.

  3. 3

    હવે ભીંડા માં થી ચિકાશ બળી જાય એટલે તેમાં મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરી, મિક્સ કરી અને 5 મિનિટ મધ્યમ આંચ પર મસાલો ચડવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

  4. 4

    તૈયાર ભીંડા ના શાક ને તમારી પસંદ મુજબ રોટલી, ભાખરી, પરોઠા કે રોટલા જોડે સર્વ કરો.

  5. 5

    નોંધ :- ભીંડા માં ચિકાશ નું પ્રમાણ ખુબ જ વધુ પ્રમાણ માં હોવા થી હું ભીંડો બરાબર ધોઈ, કોરો કરી અને 2 days માટે ફ્રીઝ ની બહાર જ રાખું છું.. આવું કરવા થી ભીંડા માં ચિકાશ ઓછી થાઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes