ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ ભીંડો
  2. ૨-૩ કાપેલાં ટામેટા
  3. ૪-૫ ચમચી દહીં
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧/૪ ચમચીગરમ મસાલો
  7. લીંબુ નો રસ
  8. ૧ ચમચીધાણા જીરુ
  9. ૧ ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  10. ૧ ચમચીકોથમીર કાપીને
  11. તેલ જરૂર મુજબ
  12. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભીંડાને ધોઈને તેનું પાણી નિતારી ને કોરા કરી લો અથવા લુછી નાખો. પછી તેને કાપી લો તમારી પસંદ મુજબ.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં જરૂર મુજબ તેલ મૂકો.પછી તેમાં કાપેલા ભીંડાને ઉમેરો. હળદર નાખી ને તેને હલાવો. તેને ધીમે તાપે ૧૫ મિનિટ સુધી પકાવો.

  3. 3

    15 મિનિટ પછી તેને ચેક કરો ભીંડો પાકી ગયો છે કે નહીં. ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા, કાપેલા ટામેટાં અને દહીં અને મીઠું નાખી ને બધું જ સરસ રીતે હલાવો અને પકાવો.

  4. 4
  5. 5

    ઢાંકણું ઢાંકી ને ૫ મિનિટ સુધી આ શાકને પાકવા દો. જેથી બધા મસાલા સરસ રીતે ભીંડામાં ભળી જાય. પછી લીબું નો રસ નાખી ને બરાબર હલાવો અને પીરસો.

  6. 6

    ભીંડા નું શાક બનીને તૈયાર છે ખાવા માટે તેને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes