ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. 1/2 કપ દહીં
  3. ચપટીબેકિંગ પાઉડર
  4. ચપટીબેકિંગ સોડા
  5. 1/2 ચમચી ખાંડ
  6. ૨ ચમચીતેલ (મોણ માટે)
  7. ૧ ચમચીતેલ (લોટ મસળવા માટે)
  8. સ્વાદ અનુસારમીઠું
  9. જરૂર મુજબ પાણી
  10. સ્ટફિંગ માટે *
  11. ૧ કપછીણેલું ચીઝ
  12. ૨ ચમચીકોથમીર
  13. ૨ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  14. ૧ ચમચીવાટેલું લસણ
  15. જરૂર મુજબ ઘી અથવા બટર (ઉપર થી લગાડવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ખાંડ, તેલ અને દહીં નાખી બરાબર મિક્ષ કરી લેવુ. પછી તેમા જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી 1/2 કલાક માટે ઢાંકી ને રહેવા દેવું. 1/2 કલાક પછી તેમા તેલ નાખી બરાબર મસળી લેવુ.

  2. 2

    હવે એક બાઉલ મા ચીઝ, કોથમીર, લસણઅને ડુંગળી નાખી હળવા હાથે મિક્ષ કરી લેવુ.

  3. 3

    હવે લોટ માથી સરખા ભાગ ના લૂવા કરી એક લુવો લઈ તેનો વાટકી જેવો શેપ આપી તેમા ૨ ચમચી જેટલું સ્ટફિંગ ભરી બંધ કરી લઈ તેને સરસ ગોળ લુવો બનાવી તેને મેંદા મા રગદોળી લેવુ અને તેની ઉપર સમારેલી કોથમીર મુકી તેને હળવા હાથે વણી લેવુ.

  4. 4

    હવે એક લોખંડ ની તાવી ગરમ કરવા મુકી તાવી એકદમ બરાબર ગરમ થાય એટલે નાન ની જે બાજુ કોથમીર લગાવી છે તેની બીજી બાજુ એકદમ સરખી રીતે પાણી લગાવી ને પાણી વાળી બાજુ તાવી પર નાખી નાન ને ધીમા તાપે થવા દેવુ. હવે તાવી ને ઊધી કરી નાન ને ગૅસ ની ફલેમ ઉપર શેકી લેવુ.ખાસ ધ્યાન રાખવું કે પાણી સરખુ લગાવવુ નહિ તો તાવી ઊધી કરી ને શેકી શું ત્યારે નાન નીચે પડી જશે. હવે નાન ને ચલેથા વડે ધ્યાન થી ઉખેડી ઉપર થી ઘી અથવા બટર લગાવી ગરમ જ સર્વ કરવુ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર
Navasari

Similar Recipes