સંભાર(Sambhar Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપતુવેરની દાળ
  2. 1મોટી ડુંગળી
  3. 2ટામેટાં
  4. 2લીલા મરચાં
  5. નાનો ટુકડો રીંગણનો
  6. 8-10મીઠા લીમડાનાં પાન
  7. 2 ટેબલ સ્પૂનતેલ
  8. 1 ટીસ્પૂનરાઇ
  9. ચપટીહીંગ
  10. 2લવિંગ
  11. 1તમાલપત્ર
  12. 1તજનો ટુકડો
  13. 2 ટેબલ સ્પૂનસંભાર મસાલો
  14. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  15. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 2-3 ચમચીસમારેલી કોથમીર
  18. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તુવેરની દાળને સારી રીતે 2-3 વાર ધોઇને ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી, મીઠું અને હળદર નાખી બાફવા મૂકવી. 2-3 વ્હીસલ આવે પછી થોડીવાર માટે ગેસ ધીમો રાખી બાફવી. બફાઇ જાય પછી ઠંડી થાય એટલે બ્લેન્ડરથી બરાબર ક્રશ કરી લેવી.

  2. 2

    ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, રીંગણ ને બારીક સમારી લેવું. બીજું જે શાક પસંદ અને ઉપલબ્ધ હોય એ ઉમેરી શકાય.

  3. 3

    એક કઢાઇમાં તેલ ગરમ મૂકી રાઇ, હીંગ, લવિંગ, તજ, તમાલપત્ર નો વઘાર કરવો. પછી તેમાં મીઠા લીમડાનાં પાન, લીલા મરચાં અને બધું સમારેલું શાક ઉમેરી સાંતળવું. બીજી બાજુ દાળને ઉકળવા મૂકવી.

  4. 4

    શાક બરાબર સંતળાય એટલે લાલ મરચું, હળદર, સંભાર મસાલો, ધાણાજીરુ, મીઠું ઉમેરી મિક્સ કરવું. મસાલો બરાબર સંતળાય એટલે તેને ઉકળતી દાળમાં ઉમેરવો.

  5. 5

    હલાવી મિક્સ કરી ઉકળવા દેવું. જરુર લાગે તો થોડું પાણી ઉમેરવું. બરાબર ઉકળે અને થઇ જાય પછી ગેસ બંધ કરી સમારેલી કોથમીર લીંબુનો રસ ઉમેરવો.

  6. 6

    ગરમા ગરમ સંભાર તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes