કર્ડ રાઈસ વીથ વેજ તડકા (Curd Rice Veg. Tadka Recipe In Gujarati)

કર્ડ રાઈસ વીથ વેજ તડકા (Curd Rice Veg. Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને સાફ કરી સ્વચ્છ ધોઈ લેવા. (તમે કોઈ પણ પ્રકાર ના ચોખા વાપરી શકો.) હવે ૪૫ મિનિટ સુધી પાણી માં પલાળી રાખવા.. પલળી જાય એટલે તેમાં જરાક મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લેવા.
- 2
કાંદા, કેપ્સિકમ, ગાજર, ટામેટા,મરચા ઝીણા સમારી લેવા. (તમે કોઈ પણ શાક લઈ શકો). દહીં ને વલોવી એકરસ કરવું.
- 3
હવે એક પણ માં તેલ ગરમ કરી તેમાં જીરું,હિંગ, લીલા મરચા, લસણ,મીઠો લીમડો,નાખી સાંતળો. હવે અડદ ની દાળ, ચણા ની દાળ નાખી સાંતળો. પછી તેમાં ગાજર નાખી જરા ચડવા દેવું. ગાજર અધકચરા ચડે એટલે કાંદા,ટામેટા, વટાણા, કેપ્સિકમ,મીઠું નાખી ધકી ને ચડવા દેવું. શાક ચડે અને નરમ પડે એટલે ઉતારી લેવું..
- 4
દહીં માં બાસમતી ભાત મિક્સ કરી તેના પર વેજ નો વઘાર કરવો..લીલા કોથમીર ભભરાવી સર્વ કરવું..
- 5
બસ તૈયાર છે કર્ડ રાઈસ વીથ વેજ તડકા દોસ્તો તમે પણ જરૂર ટ્રાય કરજો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીલ્ડ કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRજેમ ખિચડી ગુજરાતી માટે, રાજમા ચાવલ પંજાબી માટે, એમ જ કર્ડ રાઈસ, સાઊથ ઇન્ડિયન્સ માટે.જેમ આપણે મિઠાઈ જમ્યા પછી ખાઈએ, એમ કર્ડ રાઈસ, એ લોકો છેલ્લે ખાય. સાઊથ ની આ બહુજ પોપ્યુલર ડીશ છે.કર્ડ રાઈસ એક કંમ્પલીટ વન પોટ મીલ ડીશ છે.દક્ષિણ ભારતીયો ટ્રાવેલ , લંચ બોક્સ અને કામ પર લઈ જાય છે અને એનો આનંદ માણે છે . તો ચાલો આપણે પણ એનો આનંદ માણીએ. Bina Samir Telivala -
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #dinner #dinnerrecipe ##southindianrecipe #curdrice #SR Bela Doshi -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ#cookpadindia#cookpadgujarati#curdrice#summerspecial Mitixa Modi -
કર્ડ રાઈસ વિથ વેજીસ(curd rice with veggies in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#વિક્મીલ3#સ્ટીમ2કર્ડ રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે..કર્ડ રાઈસ B12નો ખુબ સારો સ્ત્રોત છે. ડાઈટ ફૂડ માં પણ સામેલ કરી શકો. સાઉથ માં ખાટાં રાઈસ વધારે બને છે જેમાં આંબલી, કાચી કેરી,ટમેટો રાઈસ રસમ વગેરે. આજે મેં કર્ડ ની સાથે થોડું ઇનોવેશન કરી થોડા વેજીટેબલ પણ add કર્યા છે. Daxita Shah -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશકલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ Mitixa Modi -
કર્ડ રાઈસ
#મિલ્કીકર્ડ રાઈસ ખાવાનાં ફાયદા ઘણાં બધા છે. કર્ડ સાથે રાઈસ ખાવાથી વજન ઉતારવા માટે ઈમ્યૂનિટી ઠીક કરવા માટે ફાયદા મંદ છે. કર્ડ રાઈસ વિટામિન B12 નો ખુબ સારો સોર્સ એટલે કર્ડ રાઈસ. આમતો આ રેસિપી સાઉથ ની રેસિપી કહી શકાય.... Daxita Shah -
-
-
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
-
-
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
કર્ડ રાઈસ / થૈયર સાદમ (Curd Rice Recipe in Gujarati)
#SR#સાઉથઇન્ડિયન_રેસિપી#cookpadgujarati કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. દક્ષિણ ભારત માં તેને "થૈયર સાદમ" એટલે કે "કર્ડ રાઈસ" એ આપણા સૌને ભાવતી ભાત ની વાનગી છે. દક્ષિણ ભારત માં "થૈયર"એટલે 'દહીં' અને "સાદમ" એટલે 'ભાત' થાય છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. કર્ડ રાઈસ (દહીંવાળા ભાત) ને માત્ર ભાત અને દહીંથી અથવા તેમાં અડદની દાળ, રાઈ, મરચાં, લીમડાના પાન અને લીલા ધાણાનો વઘાર મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ રેસીપીમાં તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીને બનાવવામાં આવ્યું છે. તે હમેશાં દક્ષિણ ભારતમાં બપોરના ભોજનમાં અથવા રાતના ભોજનની સાથે પીરસવામાં આવે છે અને તેને બહુ જ ઓછા સમયમાં થોડી જ મહેનતથી બનાવી શકાય છે. બેચલર માટે તે કોઈપણ સમયે ઝડપથી બનાવવા માટે સૌથી સારી વાનગી છે. આ કર્ડ રાઈસ મુખ્ય રીતે ભારતમાં જ ખાવામાં આવે છે, તેનું ઓરિજિન પણ અહીંયા જ છે. દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ સ્ટેપલ ફૂડ તરીકે કરવામાં આવે છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આન્ધ્ર પ્રદેશ સાથે જ મહારાષ્ટ્રમાં તેને ખાવામાં આવે છે. તેના વઘારના પ્રકાર રાજ્યો પ્રમાણે બદલાઇ જતા હોય છે. Daxa Parmar -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.#SR Vibha Mahendra Champaneri -
-
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
Curd Rice એક સાઉથ ઈન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે. પચવામાં હલ્કી, બનાવામાં સરળ, ખૂબ સ્વાદિષ્ટ અને એની ખરી મજા કેળ ના પાન માં લઈ હાથે થી જમવામાં છે.#Cooksnap#કૂકસ્નેપ Dhaval Chauhan -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
થાયિર સાદમ (કર્ડ રાઈસ) (Curd rice Recipe In Gujarati)
#ભાત#post1થાયિર સાદમ એક સાઉથ ઇન્ડિયન રાઈસ ડીશ છે. જેને બાફેલા ભાત અને દહીં જોડે બનાવવા મા આવે છે. વઘાર ના રૂપ મા ચણા અને અડદ ની દાળ જોડે સીંગદાણા રાય જીરું લીલા તથા લાલ મરચા અને લીમડો હિંગ વાપરવા મા આવે છે. શણગારવા માટે દાડમ અને ધાણા નો ઉપયોગ કરવા મા આવે છે. આ પ્રોબાયોટિક ડીશ ઉનાળા દરમ્યાન આરોગવા મા આવે છે.. જેથી પેટ ને ઠંડક મળે અને શરીર ને જરૂરી તત્વો. Khyati Dhaval Chauhan -
-
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#RC2Week:2રેમ્બો ચેલેન્જ - વ્હાઈટ રેસિપી Pratiksha's kitchen. -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SSM#summer#curdrice#thayirsadam#daddojanam#bagalabath#lightmeal#southindian#cookpadgujaratiકર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે. Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (5)