સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

ગુજરાત #MA
ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરા

સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)

ગુજરાત #MA
ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
ઠાકોર ના ભક્તો
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. દુધ કણક બાંધવા
  3. કેસર ના ૧૦-૧૫ તાર ઉમેરી ને ૧/૨ કલાક પલાળી રાખી લા
  4. ૧ ચમચી ઇલાયચી પાઉડર 🥄
  5. ચોખ્ખું ઘી ઘુઘરા તળવા માટે
  6. ૨૦૦ ગ્રામઘુઘરા ભરવા માટે. રવો -
  7. ૧૨૫ ગ્રામદળેલી ખાંડ-
  8. ૧ ચમચીઇલાયચી પાઉડર-
  9. ૫૦ ગ્રામસુકુ કોપરાનું ખમણ
  10. ૨ ટે. સ્પૂનઘી રવો શેકવા માટે
  11. 1/6 સ્પૂનજાયફળ પાઉડર
  12. લોટ બાંધવા કેસર દુધ માં મીક્સ કરી ને બાજુ પર રાખી દો

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    એક કડાઈમાં ૨ ટે.સ્પુન ઘી મૂકી રવો શેકવા માટે ગૅસ ઉપર મૂકો હવે તેને ધીમા તાપે શેકવા નું ચાલુ કરો સેકાવા આવે ગુલાબી કલરનો શેકાય. ત્યારે એક ખુલ્લા વાસણમાં પહોળા વાસણમાં કાઢી લો

  2. 2

    તે જ વાસણમાં કોપરાનું ખમણ ઉમેરી સાધારણ શેકી લો

  3. 3

    તેને જેમાં રવો શેકીને ઠાર્યો છે તે વાસણમાં મિક્સ કરી લો.

  4. 4

    બધું જ મિશ્રણ ઠંડું પડે ત્યાર પછી તેમાં દળેલી ખાંડ., ઈલાયચી પાઉડર 1 ચમચી, જાયફળ પાઉડર ⅙ ચમચી નો છઠ્ઠો ભાગ ઉમેરો. બધું જ બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    હવે એક બાઉલમાં મેંદો લો **(કેસર ને એક ટે.સ્પુન દુધ માં રવો શેકાય ત્યારે જ મીક્સ કરી રાખવું.)
    તેમાં મૂઠી પડતું ચોખ્ખું ઘી નું મોણ ઉમેરી કેસરવાળા દૂધથી પૂરી જેવો લોટ બાંધો.

  6. 6

    હવે નાની પૂરી વણી લો તેમાં રવા નું પુરણ ભરી પૂરી ની કીનારી ઉપર દુધ લગાવી બધા જ ઘુઘરા ભરી લેવા.
    ** ઘુઘરા ભરાતા જાય તેમ તેમ તે ને એક ભીના કપડા નીચે ઢાંકતા જવા.

  7. 7

    એક કડાઈમાં ઘી મૂકી ને તળવા. અ ને ગરમ અથવા ઠંડા સર્વ કરવા.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

Similar Recipes