મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati)

# Walnuts
અખરોટ શાકાહારી લોકો માટે કુદરતનું વરદાન છે. જેમકે કોલેસ્ટ્રોલ ઘટાડવા, વાળ અને ત્વચા સ્વસ્થ રાખવા ,ઊંઘ મેળવવા માટે મિલાટોનિન રિલીઝ કરવામાં, હાડકા મજબુત કરવા, બાળકોને વાંચેલું જલદી યાદ રાખવામાં ,અનિદ્રાની સમસ્યા દૂર કરવા, વગેરેમાં મદદરૂપ થાય છે.
આ ઘુઘરા ને તમે નાસ્તામાં, જમણમાં કે પછી ભગવાનને પ્રસાદ તરીકે પણ ધરાવી શકો છો.
મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati)
# Walnuts
અખરોટ શાકાહારી લોકો માટે કુદરતનું વરદાન છે. જેમકે કોલેસ્ટ્રોલ ઘટાડવા, વાળ અને ત્વચા સ્વસ્થ રાખવા ,ઊંઘ મેળવવા માટે મિલાટોનિન રિલીઝ કરવામાં, હાડકા મજબુત કરવા, બાળકોને વાંચેલું જલદી યાદ રાખવામાં ,અનિદ્રાની સમસ્યા દૂર કરવા, વગેરેમાં મદદરૂપ થાય છે.
આ ઘુઘરા ને તમે નાસ્તામાં, જમણમાં કે પછી ભગવાનને પ્રસાદ તરીકે પણ ધરાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘુઘરા બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ અખરોટના ટુકડા લઈ મિક્સચરમાં તેનો જરા કરકરો પાઉડર કરવો.
- 2
એક પેનમાં ઘી લઇ તેમાં અખરોટનો પાઉડર ઉમેરો. તેને મીડીયમ તાપે કલર બદલાય ત્યાં સુધી શેકવો. લગભગ ત્રણેક મિનિટ થશે. પછી ગેસ બંધ કરી નાખો. હવે તેમાં તજ પાઉડર, ઈલાયચી પાઉડર, કોકો પાઉડર અને દળેલી સાકર ઉમેરો.
- 3
બધુ બરોબર મિક્સ કરી એક બાઉલમાં કાઢી લેવું. ઘુઘરા બનાવવા સૌ પ્રથમ મેંદો લઈ તેમાં ઘીનું મોણ નાખી બરાબર મિક્સ કરી પાણીથી પૂરી જેવો લોટ બાંધી દસ મિનિટ ઢાંકીને રહેવા દેવું. તેમાંથી નાના નાના લૂવા કરવા.
- 4
હવે પૂરી વણી તેમાં તૈયાર કરેલ પુરણ ભરો. પૂરીને બંધ કરી ઘૂઘરા ની કાંગરી પાડો. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લેવા અને ઈચ્છા મુજબ ઘુઘરા પર ગાર્નિશ માટે લવિંગ ભરાવો. એક પેણીમાં ઘી લઇ તૈયાર કરેલ ઘૂઘરા ધીમા તાપે તળવા.
- 5
તૈયાર થયેલ મીની વોલનટ કોકો ઘૂઘરાને સર્વિંગ પ્લેટમાં સજાવો. આવા સ્વાદિષ્ટ અને મનમોહક તેમજ નાના-મોટા સૌને ગમે તેવા ઘૂઘરાને ખાવાનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DFT#પરંપરાગત રેશીપી દિવાળી એટલે જાણે ઘુઘરાનો જ તહેવાર.લગભગ કોઈ ઘર ઘુઘરા વગરનું જોવા ના મળે.જો હું કહું તો દિવાળી ને ઘુઘરા ડે જ કહેવું જોઈએ. અને આ સમયે બનતા ઘુઘરાની મિઠાશ કંઈક ઓર જ હોય.અમસ્તા આપણે જો ઘુઘરા બનાવીએ તો એટલી મિઠાશ નથી આવતી.સત્યનારાયણના પ્રસાદ જેવું કથા હોય ત્યારે જ શીરામાં મિઠાશ હોય બાકી ગમે તેટલું બનાવો."ઉસમેં વો બાત નહીં જો પ્રસાદમેં મોજુદ હૈ" Smitaben R dave -
ડ્રાયફ્રૂટ ઘુઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#Cookpadguj#Cookpadind દિવાળી સ્પેશિયલ મીઠાઈ પુરા ગુજરાત ની ગૌરવ છે. આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ ઘુઘરા Rashmi Adhvaryu -
સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)
ગુજરાત #MA ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરાPreeti Mehta
-
અખરોટ અને સૂકી દ્રાક્ષ નો બાટી ચુરમા (Walnut Kismis Bati Churma Recipe In Gujarati)
#Walnuts Prerita Shah -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદિવાળીમાં બધાના ઘરે ઘુઘરા બનતા હોય છે જે મેં પણ બનાવ્યા ઘૂઘરાના કરીએ તો એમ લાગે કે જાણે દિવાળી આવી જ નથી Dhruti Raval -
-
વોલનટ ચોકો પુડિંગ (Walnut Choco Pudding Recipe In Gujarati)
#Walnutsઅખરોટ મા પુષ્કળ માત્રામાં પ્રોટીન અને વીટામીન ઈ હોય છે મે આજે અખરોટ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે ઘરમાં બધા ને બહુ જ પસંદ આવ્યુ Bhavna Odedra -
બદામ નાં ઘુઘરા (badam na ghughra recipe in Gujarati)
#DFT દિવાળી હોય અને ઘુઘરા ન હોય તેવું ન બને.જેને અહીં બદામ અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે સ્વાદ માં ખૂબ જ અલગ બન્યાં છે. Bina Mithani -
સફરજન અને અખરોટ નો હલવો (Apple & Walnut Halwa Recipe In Gujarati)
#makeitfruity#Apple#fruit#sweet#GA4#Week6#HALWA#COOKPADGUJ#COOKPADINDIA કાશ્મીર માં સફરજન, અખરોટ નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, સાથે કેસર નું પણ થાય એટલે ત્યાં આ હલવો ઘણો પ્રચલિત છે. સફરજન અને અખરોટ ખાવાથી કેન્સર,કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે રોગ માં ઉપયોગી છે. તથા અખરોટ પાચનક્રિયા અને હાડકાં મજબૂત બનાવે છે. અહી મે તેમાં થી હલવો તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
ઘુઘરા (Ghughra recipe in Gujarati)
ઘુઘરા ગુજરાતમાં બનતી ટ્રેડિશનલ મિઠાઈ નો પ્રકાર છે જે દિવાળી દરમ્યાન દરેક ઘરમાં અચૂક બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં ઘુઘરાને ગુજીયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. ઘુઘરા એ તહેવારોમાં બનાવામાં આવતી મિઠાઈ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘુઘરા બનાવવા માં ઘણો સમય અને મહેનત જાય છે પરંતુ ઘુઘરા ખાવાની ખૂબ જ મજા પડે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)
#Walnutsનટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે. Bijal Thaker -
વોલનટ કોકો બોલ્સ (Walnuts Coco Balls RECIPE IN Gujarati)
ગુણવત્તા થી ભરપુર એવા આ બોલ્સ છે જે ઓછી સામગ્રી થી અને ઝડપ થી બની જાય છે. Bijal Thaker -
તીખા ઘુઘરા (Spicy Ghughra recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે જામનગરના ખૂબ જ પ્રખ્યાત એવા તીખા ઘુઘરા બનાવ્યા છે. જેનો ચટપટો અને તીખો સ્વાદ બધાને ખૂબ જ ભાવી જાય તેવો હોય છે. આ તીખા ઘુઘરા માત્ર જામનગરમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સ્ટ્રીટ ફુડ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. નાસ્તામાં ચા કોફી સાથે કે પછી જમણવારમાં ફરસાણ તરીકે પણ આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
#walnuttwists#cookpadgujarati#cookpadindiaઆ એક પેસ્ટ્રી જેવી કુકીઝ છે જે અખરોટ અને જામથી બને છે... જે એકદમ સોફ્ટ, ક્રન્ચી હોય છે. Its place of origin is Poland and Central Europe... Khyati's Kitchen -
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSતીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે Dhruti Raval -
-
મલ્ટીગ્રેન વોલનટ ચોકો કેક (Multigrain Walnuts Choco Cake Recipe In Gujarati)
#Walnuttwist#Cookpadindia#Cookpadgujrati અખરોટ માં પોષ્ક તત્વો ભરપુર પ્રમાણ માં રહેલા છે, તેનો ઉપયોગ કરવાથી ફાયદા પણ ઘણા આપણને થાય છે. જે હાર્ટ માટે, આપની યાદશકિત વધારવા, અને ડાયાબીટીસથી બચવા સાથે વજન ઓછું કરવા માટે અનેક બીમારી થી બચવા મદદરૂપ થાય છે. આજકાલ તો કોઈ પણ પ્રકારની કુકીસ હોય, મિઠાઈ હોય, બિસ્કિટ હોય કે કેક હોય તેમાં અખરોટ નો ઉપયોગ લોકો વધુ કરે છે. આજે મેં પણ અહીં અખરોટ અને અલગ અલગ પ્રકારનાં લોટ સાથે કેક બનાવી છે. Vaishali Thaker -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#Mainda ઘુઘરા દિવાળીમાં ખાસ કરીને બનાવવામાં આવતા હોય છે. Miti Mankad -
-
વોલનટ બિટરૂટ રોઝ મોમોસ વિથ રોસ્ટેડ બેલ પેપર વોલનટ ડીપ(Walnut Momos Recipe in Gujarati)
#walnuts Avani Parmar -
વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ આ ખૂબ ગુણકારી છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે.😊😊રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.❤️❤️અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.💯💯આજે મે અખરોટ ચોકો Swiss Roll બનાવ્યા છે.ચાલો બનાવીએ Deepa Patel
More Recipes
ટિપ્પણીઓ (18)