શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#week4
#cooksnapoftheday
#cookpadindia
Sonal hiteshbhai panchal જી ની રેસીપી લાઈવ જોયી હતી અને સરસ શીખવાડ્યું હતું એમને. ત્યાર થી એમ હતું ક એકવાર જરૂર થી ટ્રાય કરીશ. તો એમની રીત મુજબ તો એલી સરસ બની કે ઘર માં સૌ ને ખૂબ જ ભાવ્યું. જેની માટે હુ તેઓ નો આભાર માનું છું. 🥰🙏

શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)

#week4
#cooksnapoftheday
#cookpadindia
Sonal hiteshbhai panchal જી ની રેસીપી લાઈવ જોયી હતી અને સરસ શીખવાડ્યું હતું એમને. ત્યાર થી એમ હતું ક એકવાર જરૂર થી ટ્રાય કરીશ. તો એમની રીત મુજબ તો એલી સરસ બની કે ઘર માં સૌ ને ખૂબ જ ભાવ્યું. જેની માટે હુ તેઓ નો આભાર માનું છું. 🥰🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. કોફ્તા માટે :
  2. 250 ગ્રામબ્લાન્ચ કરેલી પાલક પ્યુરી
  3. 4 tbspચણા નો લોટ
  4. 1 tspઆદુ મરચાં ની પેસ્ટ
  5. મીઠું જરૂર મુજબ
  6. 1 tbspતેલ
  7. 200 ગ્રામપનીર
  8. 1 tspમરી નો ભૂકો
  9. 1 tspમીઠું
  10. ગ્રેવી માટે :
  11. 4ટામેટા
  12. 4ડુંગળી
  13. 2લીલા મરચાં
  14. 7કળી લસણ
  15. 2 tbspકાજુ
  16. 2 tbspમગજતરી ના બી
  17. 2 tbspતેલ
  18. 2સૂકા લાલ મરચાં
  19. 1તમાલપત્ર
  20. 3લવિંગ
  21. 5મરી
  22. 1દગાડફુલ
  23. 1બાદિયા
  24. 1જાવિંત્રી
  25. 2ઇલાયચી
  26. 2 tspહળદર
  27. 4 tspલાલ કાશ્મીરી મરચું
  28. 2 tspધાણાજીરું
  29. 1 tspગરમ મસાલો
  30. 1 tspકિચન કિંગ મસાલો
  31. 5 tbspફ્રેશ ક્રિમ /મલાઈ
  32. ગ્રેવી માટે મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ લઇ તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી શેકી લેવું. પછી ચણા નો લોટ નાખી સુગંધ આવે એટલો શેખવો. અને ત્યાર બાદ પાલક ની બ્લચ કરેલી અને પાણી બધું જ નીતારેલી પ્યુરી અને મીઠું ઉમેરી હલાવવું. પેન છોડે એટલું શેકી લઇ તેને થોડું ઠન્ડુ પડવા દેસુ. આ થયો કોફ્તા નો ગ્રીન ભાગ તૈયાર.

  2. 2

    પનીર ને છીણી લઇ તેમાં મરી મીઠું નાખી ગોળ બોલ્સ વાળી લેવાં.હવે ગ્રીન ભાગ પાલક વાળો બનાવ્યો એમાંથી મિશ્રણ લઇ તેમાંથી નાની થેપલી કરી વચ્ચે પનીર બોલ મૂકી સ્ટફ્ડ કરી લેવું. અને આ કોફ્તા ને અપમ પાત્ર માં એક ચમચી તેલ માં બન્ને બાજુ શેલો ફ્રાય કરવું. અથવા તમે તળી પણ શકો.

  3. 3

    હવે ગ્રેવી માટે ડુંગળી, ટામેટાં, લસણ, બાકી ના ખડા મસાલા, કાજુ, મગજતરી ના બી બધાય ને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવું. ઠન્ડુ થયા બાદ મિક્સર માં પીસી ને પછી ગાળી લેવી ગ્રેવી જેથી એકદમ સ્મૂધ ટેક્સર બનશે ગ્રેવી નું. પછી બધા મસાલા એડ કરવા.

  4. 4

    હવે એક પેન માં તેલ ગરમ થાય એટલે 1 મરચું,1 તમાલપત્ર નાખી તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરવાની. ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ક્રીમ નાખી બધું મિક્સર કરી લેવું. થોડી વાર ઉકાળવું. ગ્રેવી તૈયાર છે.સર્વ કરતાં પેલા કોફ્તા ને ચપ્પુ વડે 1/2 cut કરી લેવાં.

  5. 5

    સર્વ કરતી વખતે ગ્રેવી પેલા નાખી તેના પર જમતી વખતે જ કોફ્તા જે cut કર્યા હતા એ મુકવા. ઉપર થી થોડું ક્રીમ નાખી પરોઠા જોડે પીરસવું. તો તૈયાર છે સાંજ જેવા ગ્રીન અને white કોફ્તા અને સોનેરી સવાર જેવી yummy ગ્રેવી.!😍🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes