કલરફુલ રવા ઈડલી(Colorful Rava Idli Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#EB
Week1
સવારના બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં આ વાનગીની બોલબાલા હોય છે....અને ઝટપટ કંઈક બનાવવું હોય તો આ રવા ઈન્સ્ટન્ટ ઈડલી બેસ્ટ ઓપશન છે....મેં શાકભાજી ના કુદરતી રંગો નો ઉપયોગ કરીને આ ઈડલી બનાવી છે એટલે બચ્ચાપાર્ટી ખુશ...😊

કલરફુલ રવા ઈડલી(Colorful Rava Idli Recipe In Gujarati)

#EB
Week1
સવારના બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં આ વાનગીની બોલબાલા હોય છે....અને ઝટપટ કંઈક બનાવવું હોય તો આ રવા ઈન્સ્ટન્ટ ઈડલી બેસ્ટ ઓપશન છે....મેં શાકભાજી ના કુદરતી રંગો નો ઉપયોગ કરીને આ ઈડલી બનાવી છે એટલે બચ્ચાપાર્ટી ખુશ...😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 750 ગ્રામરવો (3 કપ)
  2. 2 કપખાટું દહીં
  3. ફ્રુટસોલ્ટ (ઈનો) જરૂર મુજબ
  4. મીઠું જરૂર મુજબ
  5. 4 ટે. સ્પૂન તેલ મોણમાટે
  6. મોલ્ડ ગ્રીસ કરવા તેલ જરૂર મુજબ
  7. વેજી. ગ્રીન પેસ્ટ બનાવવા માટે:-
  8. 1 કપઝીણા કટ કરેલ કેપ્સીકમ
  9. 5 ચમચીસમારેલી કોથમીર
  10. 3 નંગસમારેલા લીલા મરચા
  11. ચપટીમીઠું
  12. ઓરેન્જ પેસ્ટ માટે:-
  13. 1 કપઝીણા સમારેલા ગાજર
  14. 4 ચમચીછીણેલું ગાજર
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીકાશ્મીરી મરચું
  17. ચપટીમીઠું
  18. રેડ પેસ્ટ માટે:-
  19. 1 કપઝીણું સમારેલું બીટ
  20. 4 ચમચીછીણેલું બીટ
  21. 1 ચમચીકાશ્મીરી મરચું
  22. ચપટીમીઠું
  23. સર્વ કરવા સાંભાર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પહોળા વાસણ માં રવો, દહીં, મીઠું અને સહેજ હુંફાળું ગરમ પાણી લઈ રવો પલાળી દો.... સાઈડ પર રાખી 15 મિનિટ રેસ્ટ આપો....જરૂર પડે તો પછીથી બીજું પાણી ઉમેરવાનું છે.

  2. 2

    હવે ટર્ન બાય ટર્ન મિક્સર જારમાં બે થી ચાર ચમચી પાણી ઉમેરી ત્રણેય કલરની વેજી. પેસ્ટ બનાવી લો...ત્રણેય ને અલગ અલગ કટોરી માં રાખો....દરેકમાં પેસ્ટ ના ભાગનું એક એક ચપટી મીઠું ઉમેરી દો.....જે છીણ બનાવેલું છે તે અલગ રાખો.

  3. 3

    રવાનું ખીરું રેસ્ટ આપવા સાઈડ પર રાખેલું છે તેમાં પાણી શોષાઈ ગયું હશે એટલે ઈડલી બનાવવા જરૂરી પાણી ઉમેરી તેલનું મોણઉમેરો....મીઠું અપને પહેલા જ ઉમેર્યું છે...ખીરાના ચાર સરખા ભાગ કરી અલગ અલગ બાઉલમાં કાઢી લો...

  4. 4

    સૌથી પહેલા ઈડલી નું સ્ટીમર ગરમ મૂકી મોલ્ડને તેલ વડે ગ્રીસ કરી સફેદ ખીરામાં જરૂર મુજબ ઈનો અને એક - બે ચમચી પાણી નાખી ફેંટી લો...મોલ્ડમાં ખીરું રેડી બધીજ સફેદ ઈડલી બનાવી લો...

  5. 5

    આ જ રીતે ટર્ન બાય ટર્ન બાકીના ત્રણ બાઉલમાં વેજી. કલર પેસ્ટ તેમજ દર્શાવેલ મસાલા ઉમેરી દો...અને ગ્રીન ઈડલી માટે મોલ્ડમાં નીચે કોથમીર અને ઝીણા સમારેલા કેપ્સીકમ એક ચમચી જેટલા નાખી ઉપર ગ્રીન ખીરૂ રેડીને ઈડલી ઉતારો...ઈનો અને પાણી ની પ્રોસેસ બધામાં એ જ રીતે કરવાની છે...

  6. 6

    હવે ઓરેન્જ ઈડલી પણ ઉપર મુજબ મોલ્ડમાં પહેલા એક ચમચી ગાજરનું છીણ...પછી ઈનો નાખી ફેંટેલુ ખીરું રેડી બધી ઓરેન્જ ઈડલી ઉતારી લો....

  7. 7

    છેલ્લે રેડ ઈડલી ને પણ મોલ્ડ માં બીટનું છીણ એક - એક ચમચી મૂકી ઈનો ઉમેરી ફેંટી ને રેડ ખીરા માંથી ઈડલી બનાવી લો...આ વેજી. કલર ઈડલીમાં મસાલા ઉમેર્યા હોવાથી વઘાર કરવાની જરૂર નથી.

  8. 8

    આ રીતે આપણી કલરફુલ રવા ઈડલી બનીને તૈયાર છે...બધાને જરૂર પસંદ આવશે...સાંભાર સાથે સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes