ઈડલી પ્લેટર (Idli Platter Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#sounthindianplatter
#tadkaidli
#instantsambhar
#instantchutney
#idliplatter
#tricolor
#trirangi
#cookpadindia
#cookpadgujarati

ઈડલી તો બધા ને ભાવતી જ હોય. પણ તૈયારી વગર ઈડલી બને નહિ. ઈડલી બનાવા માટે ઓછામાં ઓછા ૮-૧૦ કલાક તો જોઈએ જ અને એ પણ પાછું આથા વાળું જે ઘણાને માફક ન આવે. જ્યારે રવા ઈડલીએ બહુ જ સરસ વિકલ્પ છે. એમાં આથો લાવાનાની પણ જરૂર નથી અને ફટાફટ તૈયાર પણ થઇ જાય છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. સાથે ઈન્સ્ટન્ટ સાંભાર અને ચટણીની રેસિપી શેર કરી છે.

ઈડલી પ્લેટર (Idli Platter Recipe In Gujarati)

#sounthindianplatter
#tadkaidli
#instantsambhar
#instantchutney
#idliplatter
#tricolor
#trirangi
#cookpadindia
#cookpadgujarati

ઈડલી તો બધા ને ભાવતી જ હોય. પણ તૈયારી વગર ઈડલી બને નહિ. ઈડલી બનાવા માટે ઓછામાં ઓછા ૮-૧૦ કલાક તો જોઈએ જ અને એ પણ પાછું આથા વાળું જે ઘણાને માફક ન આવે. જ્યારે રવા ઈડલીએ બહુ જ સરસ વિકલ્પ છે. એમાં આથો લાવાનાની પણ જરૂર નથી અને ફટાફટ તૈયાર પણ થઇ જાય છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. સાથે ઈન્સ્ટન્ટ સાંભાર અને ચટણીની રેસિપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. રવા ઈડલી માટે ♈️
  2. ૨ કપરવો
  3. ૧ કપદહીં
  4. ૧/૨ કપસમારેલા લીલા અને લાલ મરચાં
  5. ૧ કપસમારેલી કોથમીર
  6. ડાળી મીઠા લીમડાના પાન
  7. ૧ ચમચીરાઈ
  8. ૧ ચમચીજીરું
  9. ૧/૪ ચમચીહિંગ
  10. ૨ ચમચીતેલ વઘાર માટે
  11. ૧ ચમચીગ્રીસ કરવા માટે
  12. ૧ ચમચીખાવાનો સોડા
  13. જરુર મુજબ પાણી
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. સાંભાર બનાવવા માટે ♈
  16. ૧ કપતુવેરદાળ
  17. ૧/૨ કપઆંબલી
  18. સમારેલા શાકભાજી (૨ બટાકા, ૧ સરગવાની સીંગ, ૧ ટામેટું, ૨ ડુંગળી)
  19. ૧ ચમચીલાલ મરચું પાવડર
  20. ૨ ચમચીધાણાજીરું
  21. ૨ ચમચીસાંભાર પાવડર
  22. ૧/૨ ચમચીહળદર પાવડર
  23. ૧/૪ ચમચીહિંગ
  24. ૨ ચમચીગોળ
  25. ડાળી મીઠા લીમડાનાં પાન
  26. ૨ ચમચીતેલ
  27. ૧ ચમચીરાઈ
  28. ૧ ચમચીજીરૂ
  29. ૧/૪ ચમચીહિંગ
  30. સૂકા લાલ મરચા
  31. મીઠું સ્વાદ પ્રમાણે
  32. ચટણી બનાવવા માટે ♈
  33. ૧ કપકોપરાનું છીણ
  34. ૧/૪ કપસીંગદાણા
  35. ૧/૪ કપદાળીયા
  36. લીલા મરચાં
  37. ૧ કપસમારેલી કોથમીર
  38. ૧ ટુકડોઆદું
  39. ૧ ચમચીતેલ
  40. ૧ ચપટીહીંગ
  41. ૧/૨ ચમચીરાઈ
  42. ૧/૨ ચમચીજીરૂ
  43. ડાળી મીઠા લીમડાના પાન
  44. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૫ મિનીટ
  1. 1

    એક બાઉલમાં દહીં અને રવો ભેગો કરી ૧ કપ પાણી ઉમેરી મિક્સ કરીને ૧૦ મિનિટ માટે ઢાંકીને રાખો.

  2. 2

    પછી તેમાં સમારેલા લાલ-લીલા મરચાં, કોથમીર અને મીઠું નાખીને હલાવો. હવે વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાંના પાનનો વઘાર તૈયાર કરીને ખીરામાં ઉમેરો ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખી બધું જ સારી રીતે મિક્સ કરો.

  3. 3

    ઈડલીના કુકરમાં પાણી ગરમ કરવા મુકો. ઈડલીની વાટકીઓને તેલ લગાવીને ગ્રીસ કરીને તેમાં ખીરું ઉમેરીને ૧૦ મિનીટ માટે સ્ટીમ કરી લો. તો તડકા રવા ઈડલી તૈયાર છે.

  4. 4

    તુવેરદાળને ગરમ પાણીથી સારીરીતે ધોઈ લો. હવે, કૂકરમાં દાળ અને ૧.૫ ગ્લાસ પાણી ઉમેરી ૩ સીટી કરી બાફીને ૨ ગ્લાસ પાણી ઉમેરી રઈની મદદથી મિકસ કરી લો.

  5. 5

    આંબલીને પાણીમાં અડધી કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને ગાળી તેમાં લાલમરચું, ધાણાજીરૂ, હળદર, સાંભાર મસાલો અને મીઠું ઉમેરી મિકસ કરી લો.

  6. 6

    ત્યારબાદ બાફેલી દાળમાં શાકભાજી, ગોળ અને મસાલા-આંબલીનું પાણી ઉમેરીને હલાવ્યા બાદ ફરીથી કૂકરની ૧ સીટી વગાડી લો.

  7. 7

    કૂકર ઠંડું પડે એટલે તેને ખોલી લીમડો ઉમેરી ધીમા તાપે ઉકળવા મુકો. હવે, વઘાર માટે તેલ ગરમ કરી તેમાં લાલમરચા, રાઈ, જીરૂ અને હીંગનો વઘાર કરી દાળમાં ઉમેરી મિકસ કરી લો અને ૫ મિનીટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દો. તો સાંભાર તૈયાર છે.

  8. 8

    મિક્સર જારમાં કોપરાનું છીણ, દાળીયા, સીંગદાણા, લીલા મરચાં, આદું, કોથમીર અને મીઠું ઉમેરીને ક્રશ કરી લો.

  9. 9

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી એક બાઉલમાં કાઢી લો.

  10. 10

    વઘાર માટે, તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, હિંગ અને લીમડાના પાન ઉમેરી વઘાર કરીને ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે નારિયેળની ચટણી.

  11. 11

    તો તૈયાર છે ઈન્સ્ટન્ટ તડકા રવા ઈડલી, સાંભાર અને ચટણી.

  12. 12

    ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Similar Recipes