સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
રવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય.

સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)

#EB
રવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ➡️ઈડલી માટે:-
  2. ૨ કપરવો
  3. ૧ કપદહીં
  4. જરુર મુજબ પાણી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનબેકિંગ સોડા કે ઈનો
  7. ➡️ સ્ટફિંગ બનાવવા માટે:-
  8. ૧ ટેબલ સ્પૂનતેલ
  9. ૧/૨ ટી સ્પૂનરાઈ
  10. ડુંગળી ઝીણી સમારેલી
  11. ટોમેટો ઝીણા સમારેલા
  12. ૧/૪ કપલીલાં વટાણા બાફેલા
  13. ૧/૨ ટેબલ સ્પૂનઆદું, મરચાં,લસણ ની પેસ્ટ
  14. નાના બટાકા બાફેલા
  15. મીઠુ સ્વાદ મુજબ
  16. ૧ ટી સ્પૂનહળદર
  17. ૨ ટી સ્પૂનલાલ મરચું
  18. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  19. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  20. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  21. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટફિંગ તૈયાર કરવું. જેનાં માટે એક પેન માં તેલ લઈ રાઈ તતડાવી ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી પકાવો.

  2. 2

    પછી તેમાં ટોમેટો અને લીલાં વટાણા ઉમેરી પકવો. બરાબર ચડે પછી તેમાં બધા મસાલા કરો જેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, આમચૂર પાઉડર, ગરમ મસાલો ઉમેરી મિશ્રણ ને હલાવો. ત્યારબાદ બાફેલા બટાકા ને સ્મેષ કરી ને નાંખી બરાબર હલાવી ગેસ બંધ કરી લો એટલે પુરણ તૈયાર થશે. જેને ઠંડુ થવા મુકવું.

  3. 3

    ઈડલી નુ ખીરુ તૈયાર કરવા માટે એક બોલ માં રવો લઈ દહીં કે છાશ ઉમેરી હલાવો. જેને રવો ફૂલે ત્યા સુધી ૧૫ મિનીટ માટે રેસ્ટ કરવા મૂકવું.

  4. 4

    હવે ખીરુ માં મીઠું અને સોડા ઉમેરી હલાવો..મે અહીં ૨ ટાઈપ થી ઇડલી ને સ્ટફ કરી છે જેમાં પેહલા ૨ ગ્લાસ ને તેલ થી ગ્રીસ કરી થોડુ ખીરુ ઉમેરી ઉપર તૈયાર કરેલ પુરણ ભરી પાછું ઊપર ખીરુ રેડી ગ્લાસ તૈયાર કરવાં.

  5. 5

    હવે ઢોકળીયા ને દસ મિનિટ પ્રી હિટ કરી ગ્લાસ ને મૂકી ૧૫ થી ૨૦ મિનિટ માટે ઈડલી ને પકાવવી.

  6. 6

    બીજા એક ઈડલી ના મોલડ માં ખીરું ભરી ફોટો માં બતાવ્યા પ્રમાણે સ્ટફિંગ ભરી ઈડલી ને પકાવો. ગ્લાસ વાળી ઈડલી ને અન મોલ્ડ કરી કટ કરવી

  7. 7

    તૈયાર ઈડલી ને ઈચ્છાનુસાર ગાર્નિશ કરી પ્લેટ્ટિંગ કરવું.. લીલી ચટણી કે સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (30)

Ketki Dave
Ketki Dave @ketki_10
Zakkkkkkassssss...... plating, presentation, photography.... & Yes your dish

Similar Recipes