રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#EB
#WEEK1
મેં આજે ત્રિરંગી સેન્ડવીચ રવા ઈડલી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

#EB
#WEEK1
મેં આજે ત્રિરંગી સેન્ડવીચ રવા ઈડલી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. ૨ વાટકીરવો
  2. ૧/૨ વાટકીપૌવા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ટામેટાં ની લાલ ચટણી
  5. ધાણાની લીલી ચટણી
  6. ચપટીસોડા
  7. જરૂર મુજબ તેલ
  8. રવો પલાળવા છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને છાશથી પલાળો.પૌઆને ધોઈને પલાળી લો.અડધા કલાક પછી મિકસર જારમા લઈને ક્રશ કરીલો.મીઠું નાખી બરાબર મિક્ષ કરો.

  2. 2

    ટામેટાં ની અને ધાણાની ચટણી બનાવી લો.ખીરાના ત્રણ સરખા ભાગ કરી એક મા ત્રણ ચમચી ટમેટાની ચમચી અને બીજા માં ધાણાની ચટણી નાખીને મિક્સ કરી લો.

  3. 3

    ગેસ પર ઈડલી સ્ટેન્ડમા પાણી નાખીને તપાવી લો.વાટકી માં તેલ લગાવી લો.હવે ખીરામાં સોડા અને ચમચી તેલ નાખીને બરાબર હલાવી પહેલાં ૨ ચમચા પ્લેન ખીરૂ નાખીને ત્રણ મિનિટ થવા દો.પછી ગ્રીન ચટણી વાળુ ખીરૂ ૨ ચમચા ધીમે થી નાખીને ત્રણ મિનિટ થવાદો.હવે લાલ ચટણી વાળુ ખીરું ૨ ચમચા ધીમે થી નાખીને ૫-૭ મિનિટ મિડિયમ તાપે થવા દો.

  4. 4

    હવે ચપ્પુ અથવા સ્ટિકની મદદથી ચેક કરી લો. થઈ જાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes