મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week1
#MA
સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય.
અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
8-10 ઈડલી માટે
  1. ઈડલી બનાવવા માટે:
  2. 1 કપરવો
  3. 1 કપદહીં
  4. જરૂરિયાત મુજબ પાણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 Tspતેલ
  7. 1 Tspરાઈ
  8. 1 Tbspઅડદની દાળ
  9. લીમડો
  10. 1 Tspઈનો
  11. મસાલો બનાવવા માટે:
  12. 1 Tspતેલ
  13. 3 નંગસુકા લાલ મરચા
  14. 1 Tbspઅડદની દાળ
  15. 1 Tbspચણાની દાળ
  16. 1 Tbspરાઈ
  17. લીમડો
  18. 1/2 Tspહીંગ
  19. મસાલા ઈડલી બનાવવા માટે:
  20. 2 Tbspબટર
  21. 2મિડીયમ સાઈઝ ડુંગળી સમારેલી
  22. 1 Tbspસમારેલું લસણ
  23. 2 નંગસમારેલાં લીલા મરચાં
  24. 3મિડીયમ સાઈઝ ટામેટાં સમારેલા
  25. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    રવા ઈડલી નું બેટર તૈયાર કરવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં રવો લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને દહીં ઉમેરી થીક બેટર તૈયાર કરવાનું છે. તેને મીનીમમ ૩૦ મિનીટ માટે ઢાંકીને સાઈડ પર રાખી દેવાનું છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, અડદની દાળ અને લીમડાનો વઘાર કરવાનો છે.

  3. 3

    અડદની દાળ આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે તેને શેકવાનું છે. ત્યારબાદ આ વઘારને તૈયાર કરેલા ઇડલીના બેટરમાં ઉમેરવાનો છે.

  4. 4

    થોડું દહીં અને ઈનો ઉમેરી બરાબર રીતે ફીણી ઈડલી મુકવા માટે બેટર તૈયાર કરવાનું છે.

  5. 5

    ઈડલી બનાવવા માટેના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલુ બેટર ભરવાનું છે અને 10 થી 15 મિનિટ માટે કુક થવા દેવાની છે. જેથી આપણી રવા ઈડલી તૈયાર થઈ જશે.

  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, સૂકા લાલ મરચાં અને અડદની દાળ ઉમેરવાની છે.

  7. 7

    તેમાં ચણાની દાળ, લીમડો અને હિંગ ઉમેરી બરાબર રીતે શેકી લેવાનું છે. આ મિશ્રણને ઠંડુ થઈ જવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને મિક્સર ની જાર માં લઇ ક્રશ કરી તેનો બારીક પાઉડર બનાવી લેવાનો છે. અને આ મસાલાને સાઈડ પર રાખી દેવાનો છે.

  8. 8

    એક કડાઈમાં બટર ગરમ મૂકી તેમાં સમારેલી ડુંગળી અને સમારેલું લસણ ઉમેરવાનું છે.

  9. 9

    ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચા, સમારેલા ટામેટાં અને તૈયાર કરેલો મસાલો ઉમેરવાનો છે અને બધું બરાબર રીતે મિક્સ કરી ૨થી ૩ મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  10. 10

    હવે તેમાં તૈયાર કરેલી ઈડલી ડીપ કરી બંને તરફથી તેને સરખી કોટ કરી લેવાની છે.

  11. 11

    જેથી આપણી મસાલા રવા ઈડલી તૈયાર થઈ જશે.

  12. 12

    આ ઈડલીને ઝીણી સમારેલી ડુંગળી થી ગાર્નીશ કરી કોકોનટ ચટણી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes