સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. 1 કપચણા દાળ
  2. 2 સ્પૂનખાંડ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/4 સ્પૂન હળદર
  5. 1 સ્પૂનતેલ
  6. વઘાર માટે :
  7. 3 સ્પૂનતેલ
  8. 1/2 સ્પૂનરાઈ
  9. 1 સ્પૂનજીરું
  10. 1/4 સ્પૂનહિંગ
  11. લીલા મરચાં કતરણ
  12. 2 સ્પૂનખાંડ
  13. ચટણી માટે :
  14. 1/2બાઉલ કોથમીર
  15. 1/2બાઉલ ફુદીનો
  16. 1 સ્પૂનખાંડ
  17. સ્વાદ મુજબ મીઠું
  18. 1/2 સ્પૂનવાટેલું જીરું
  19. 1 સ્પૂનલીંબુ રસ
  20. 2 સ્પૂનખમણી ભૂકો

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા દાળ ને 6-7 કલાક પલાળી લો. હવે તેને મિક્સર માં વાટી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, હળદર અને ખાંડ ઉમેરી સ્ટીમ માં તેલ થી ગ્રીસ કરેલ થાળી ગરમ થાય એટલે 15 મિનિટ થવા દો. પછી તેને 10 મિનિટ ઠંડુ પડવા દહીં થાળી માંથી અનમોલ્ડ કરો.

  3. 3

    હવે તેને ચારણી માં ચાળી લેવું જેથી એકસરખો ભૂકો થાય. હવે કડાઈ માં વઘાર માટે તેલ મૂકી તેમાં હિંગ,રાઈ,જીરું,લીમડા પાન,લીલા મરચાં કતરણ ઉમેરો. હવે તેમાં 3-4 કપ પાણી ઉમેરો અને તેમાં 2 સ્પૂન ખાંડ ઉમેરો હવે તેને 2 મિનિટ ઉકાળો.

  4. 4

    હવે તે થાય એટલે સેવ ખમણી માટે બનાવેલ ભૂકો તથા કાજુ દ્રાક્ષ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે ચટણી બનાવવા માટે કોથમીર,ફુદીનો, થોડો સેવખમણી ભૂકો લેવો પછી તેમાં લીલા મરચા, મીઠું,ખાંડ, વાટેલું જીરું તથા લીંબુ ઉમેરી ક્રશ કરી લેવું.

  6. 6

    હવે ચટણી ને બાઉલ માં લઇ લો

  7. 7

    હવે સર્વ કરવા માટે ખમણી તેમાં ઉપર ઝીણી સેવ, દાડમ દાણા તથા કોથમીર થી ગાર્નિશ કરવું અને ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

Similar Recipes