સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

સવારના નાસ્તામાં ઝટપટ બની જતી અને સહુને ભાવતી સુરત ની પ્રખ્યાત
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ઝટપટ બની જતી અને સહુને ભાવતી સુરત ની પ્રખ્યાત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ અને રવો બંને ચાળી લો.
- 2
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી આદું મરચાની પેસ્ટ, મીઠું, ખાંડ, તેલ, લીંબુના ફૂલ અને લીંબુ નો રસ ઉમેરી ૪-૫ મિનિટ સુધી બેટરને એક જ દિશા માં હલાવી, ૫ મિનિટ રેસ્ટ કરવા દેવું જેથી રવો તેમાં બરાબર મિક્સ થઈ જાય.
- 3
જ્યાં સુધી બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં ગેસ પર એક કડાઈમાં પાણી મૂકી ગરમ થવા દેવું. હવે તૈયાર કરેલા બેટર માં ૧ ચમચી ઇનો અથવા ખાવાનો સોડા ઉમેરી ઉપર એક ચમચી પાણી નાખી ૧ મિનિટ હલાવવું.
- 4
હવે એક પાત્ર (કેક નું મોલ્ડ) લઈ તેને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલું બેટર તેમાં નાખી દો. હવે તે પાત્ર ને ગેસ પર રહેલી કડાઈ માં નીચે સ્ટેન્ડ મૂકી ૧૦ થી ૧૫ મિનિટ મેડીયમ ફ્લેમ પર રાખો.
- 5
૧૦ મિનિટ પછી ચપુ કે ટુથપિક થી ચેક્ કરી લેવું. હવે ઢોકલુ થઈ જાય એટલે તેને ઠરવા દેવું. ત્યારબાદ ખમણી ની મદદથી ભૂકો કરી દેવો.
- 6
હવે વઘાર માટે એક કડાઈ માં ૩ ચમચી તેલ મૂકી રાઈ, તેલ, લીમડાના પાન નાખવા. ૩-૪ ચમચી પાણી નાખી તેમાં ૩ ચમચી ખાંડ નાખી હલાવવું. હવે તેમાં તૈયાર કરેલો ઢોકળાનો ભુક્કો નાખી હળવા હાથે હલાવી લેવું.
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર દાડમ, ઝીણી સેવ, અને કોથમરથી ફુદીનાની લીલી ચટણી નાખવી. - 7
તો તૈયાર છે આપણી ગરમગરમ સહુ ને ભાવે એવી સેવખમણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#WEEK12#Besanઓછા સમયમાં અને ઝડપથી બની જતી એક ટેસ્ટી વાનગી. Vaishali Vora -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
સેવ ખમણી(sev khamani recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ"સેવ ખમણી" આ ગુજરાત ના સુરત ની એક પ્રખ્યાત ડિશ છે જે ચણા ની દાળ માંથી બને છે.તથા એનું નામ સાંભળતાજ મો માં પાણી આવી જાય છે,પરંતુ એને બનાવવા ની ઘણી ઝંઝટ હોય છે તેથી જો આપણને ખાવી હોય કે ઘરે મહેમાન આવે ત્યારે આપણે બહાર થી મંગાવી લઈએ છીએ.પરંતુ અત્યારે કોરોના કાળ મા ખાવાની વસ્તુ બહાર થી મંગાવવાની બીક લાગે છે.તો મે ઘરે એકદમ સેહલી રીતે બેસન માંથી દાળ પલળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવી છે જે બહાર ની સેવ ખમણી કરતા પણ વધારે ટેસ્ટી તથા હાયજીનિક છે.તમે પણ ઘરે બનાવજો. Vishwa Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4#Week 4આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે Hema Joshipura -
-
-
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4# Week 4અચાનક આવેલા અથિતી હોય કે કિટ્ટી પાર્ટી હોય જો આવી ઈંસ્ટંસન્ટ સેવ ખમણી બનાવી દેશો તો બધાં ખુશ અને તમે પણ ટેન્શન ફ્રી રહી ને મજા કરી સક્સો. Jigisha Modi -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
-
-
-
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
સેવ ખમણી(sev khamni in Gujarati)
#વિકમીલ૩ #માઇઇબુક #પોસ્ટ_9 #સ્ટીમ સેવ ખમણી ને બનાવવી ખુબ જ સરળ છે... પણ જો પરફેક્ટ માપ હોય તો... જો આ માપ સાથે બનાવશો તો એકદમ છુટી અને સરસ ખમણી બને છે... આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
-
-
-
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (8)