ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)

K. A. Jodia
K. A. Jodia @cook_26388289
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામચણા ની દાળ
  2. 500 ગ્રામચોખા
  3. 1 વાટકીતેલ
  4. 1 ચમચીટાટા નાં સોડા
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીમીઠું
  7. 1 ચમચીલસણ ની ચટણી
  8. 1 ગ્લાસખાટી છાસ
  9. 1 ગ્લાસગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા મિક્સ કરી દળાવી લો, પછી તેને છાસ અને ગરમ પાણી નાખી, મીઠું, હળદર, સોડા નાખી બરાબર મિક્સ કરી 7/8 કલાક ઢાંકી ને રાખી દો, 7/8 કલાક થઈ જશે એટલે આથો આવી જાશે.

  2. 2

    ત્યારપછી ઢોકળીયુ લો, તેમાં ગરમ પાણી કરવા મુકો, અને તેની પ્લેટ માં તેલ લગાડી ખીરું પાથરો અને લસણ ની ચટણી છાંટી ને ઢાંકી દો.....

  3. 3

    પાંચ થી આઠ મીનીટ માં ઢોકળીયા માંથી વરાળ નીકળવા લાગશે, એટલે ખોલી છરી થી ચેક કરો,છરી ને પ્લેટ માં વચ્ચે નાખો જો છરી સાફ બાર આવશે તો ઢોકળા ચડી ગયા અને છરી સાફ ન આવે તો જરાક વાર ફરીથી ઢાંકી ને રાખી દેવા, ત્યારપછી પ્લેટ કાઢો...

  4. 4

    ત્યારપછી તેના એક સરખા પીસ કરી ગરમા ગરમ સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

ટિપ્પણીઓ

Similar Recipes