દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#નોર્થ
#ગુજરાતી
ઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ

દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)

#નોર્થ
#ગુજરાતી
ઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪વ્યકિત માટે
  1. ૫૦૦ ગ્રામ ઢોકળા નો લોટ(૩૫૦ ગ્રામ ચોખા અને ૧૫૦ ગ્રામ ચણા ની દાળ ને પલાડી ને પીસીને પણ બનાવી શકાય છે મે અહી લોટ દળાવીને બનાવ્યાં છે)
  2. ૧ નંગમીડીયમ સાઈજ ની દુધી
  3. ૨ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  4. ૧ ચમચીલસણની ચટણી
  5. જરૂર મુજબતેલ
  6. ૧/૨ ચમચીહળદર
  7. સ્વાદાનુસારમીઠું
  8. ૧ ચમચીખાવાનો નો સોડા
  9. જરૂર મુજબછાસ ઢોકળા નો લોટ પલાળવા માટે
  10. ૨ ચમચીવઘાર માટે તેલ
  11. ૧/૨ ચમચીરાઇ
  12. ૫ થી ૬ નંગમીઠા લીમડા ના પાન
  13. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને છાસ માં પલાળી દેવો એ ખાસ ધ્યાન રાખવું કે ઢોકળા નુ ખીરું ઘાટું કે બહુ પાતળું ના થવું જોઈએ તેમાં હળદર નાખી ગરમ જગ્યાએ ૮ કલાક રહેવા ઢાંકી ને રાખવુ પછી આથો આવી જાય એટલે તેમાં દૂધીનું છીણ નાખીવુ તેમા આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને તેમા મીઠુ સ્વાદ અનુસાર નાખવુ કે બધુ બરાબર હલાવવું

  2. 2

    પછી એક થાળીમાં સમાય તેટલુ ખીરું અલગ લેતુ જવાનું મે અહી બધી થાળી માટે ૪ચમચા નુ માપ રાખ્યું છે કે અલગ ખીરા માં ૧/૪ ચમચી સોડાનું માપ રાખ્યું છે જયારે ખીરામાં સોડા નાખો ત્યારે તેના પર ૧ ચમચી ગરમ પાણી પછી ૧ ચમચી ગરમ તેલ ની નાખવી તેને ખુબ ફીણવાનુ પછીતે ખીરા ને ગરમ પાણી ઉકળવા મુકેલા ઢોકળીમા તેલ લગાવેલી થાળી માં ખીરું પાથરી તેના ઉપર લસણ ની ચટણી અથવા કોરી ચટણી નાખવી પછી તેને ચડવા માટે ૧૦ મીનીટ સુધી ચડવા દેવું

  3. 3

    ચડી જાય એટલે તેને નીચે ઉતારી. ઠરવા દેવું ત્યાર પછી તેમા છરી થી કાપા પાડી લેવા આ રીતે બધી થાળી વારા ફરતી મુકવી આ રીત થી ઢોકળા સરસ ફુલે છે અને પોચા બને છે

  4. 4

    ઢોકળા તૈયાર છે વઘાર વા હોયતોવઘારી શકાય છે જેના માટે ૨ ચમચી તેલ લેવું ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને લીમડાના પાન નો વઘાર કરી તેની ઉપર નાખવો તૈયાર છે ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes