પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

Gopi Shah
Gopi Shah @Gopi1983

પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથે
ભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.
.
.
એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ.

પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથે
ભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.
.
.
એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 પેકેટપાણી પૂરી ની પૂરી
  2. 1 કપબાફેલા ચણા
  3. 5 નગબાફેલા બટાકા
  4. 100 ગ્રામફુદીનો
  5. 250 ગ્રામકોથમીર
  6. 4,5 નંગલીલા મરચા
  7. 2 મોટા લિબુ
  8. 10 કળીલસણ
  9. 3 પેકેટ હાજમોલ ના તૈયાર
  10. 2 પેકેટજલજીરા પાઉડર
  11. પાણીપુરી નો મસાલો તૈયાર પેકેટ વાળો
  12. મીઠું
  13. લાલ મરચું
  14. સંચર
  15. જીરું
  16. 250 ગ્રામખજૂર
  17. 50 ગ્રામઆબોડીયા
  18. 100 ગ્રામગોળ
  19. ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    વાનગી નું નામ : જુદા જુદા ફ્લેવર ના ચટપટા પાણી ની સાથે પાણીપુરી.

    રેસિપી:
    1. પાણીપુરી ના પાણી બનાવવા માટેની રીત.
    1) ધાણા-ફુદીના નું પાણી.
    રીત:
    ધાણા-ફુદીના નું પાણી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જાર માં 250 ગ્રામ ધાણા, 100 ગ્રામ સાફ કરેલો ફુદીનો, મીઠું સ્વાદ અનુસાર, 2 મોટા લીંબુ નો રસ, 4-5 લીલા મરચા, પાણીપુરી નો તૈયાર મસાલો 1 ચમચી, તથા થોડું પાણી ઉમેરી ને બધું બરાબર ગ્રાઇન્ડ કારી લેવું.

  2. 2

    પછી તૈયાર મિક્સર ને બહાર કાઢી ને એક મોટા બાઉલ માં લેવું અને તેમાં 1 લીટર ઠંડુ પાણી ઉમેરી ને બરાબર હલાવી લેવું.

  3. 3

    2) સ્વીટ પાણી.
    સ્વીટ પાણી બનાવવા માટે સૌપ્રથમ 250 ગ્રામ ખજૂર, 50 ગ્રામ આંબોળીયા, 20 ગ્રામ આંબલી, મીઠું સ્વાદ અનુસાર, 2 ટી સ્પૂન જીરું, 1 ટી સ્પૂન લાલ મરચું, અને 100 ગ્રામ જેટલો ગોળ
    આ બધું મિક્સ કરી ને કુકર માં મૂકીને 2 થી 3 વ્હીસલ વગાડવી, પછી ઠંડુ પડે એટલે મિક્સર માં ગ્રાઇન્ડ કરી એક બાઉલ માં બહાર કાઢી લેવું અને પછી તેમાં તમે જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો.
    (આ ચટણી/પાણી તમે 2-3 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કારી શકો છો)

  4. 4

    3) લસણ નું પાણી.
    એક મિક્સર બાઉલ માં 10 મોટી કળી લસણ,એક ચમચી લાલ મરચું, મીઠું & સંચર સ્વાદમૂજબ નાખો. 2,3 ટીપા લીંબુ નો રસ.આ બધું મિક્સર માં ગ્રાઇન્ડ કરી ગાળી લેવું પછીએક બાઉલમાં કાઢી લેવું પછી તેમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી ને બરાબર હલાવી લેવું.
    તૈયાર છે આપણું લસણ નું પાણી તેમાં ડેકોરેશન માટે બુંદી નાખવી.

  5. 5

    4) હાજમાં હજમ પાણી.
    હાજમાં હજમ પાણી બનાવા માટે હાજમોલા ની ગોળી 3 પેકેટ (માર્કેટ માં આસાની થી મળી જશે) તેને મિક્સર જાર માં લઇ ને તેમાં ચપટી સંચર અને 1/2 લીંબુ નો રસ નાખી ને થોડું પાણી નાખી બધુ ગ્રાઈન્ડ કરી લેવું. પછી એક બાઉલ માં કાઢી તેમાં 1 ગ્લાસ પાણી નાખવું.
    તૈયાર છે આપણું હાજમાં હજમ પાણી તેમાં ડેકોરેશન માટે બુંદી નાખી ને હલાવી લો.

  6. 6

    5) જલજીરા પાણી
    જલજીરા પાણી બહુ ઇસી છે.
    એક બાઉલ માં 2 પેકેટ જલજીરા પાઉડર નાખો. (જલજીરા પાઉડર માર્કેટ માં તૈયાર મળે છે) પછી તેમાં 1કપ ઠંડુ પાણી નાખો અને બરાબર હલાવી દો.
    જલજીરા પાણી રેડી છે. તેમાં ડેકોરેશન માટે બુંદી નાખો.

    જોયું ને ફ્રેંડસ પાણી બનાવુ કેટલું સરળ છે. તો તમે પણ આ રેસિપી બનાવો અને મને કોમેન્ટ કરો કે કેવું બન્યું છે. એન્જોય કરો ચટપટા પાણી સાથે પાણી પૂરી.

  7. 7

    પાણી પૂરી નો મસાલો બનવાની રીત:
    બાફેલા બટાકા 5, ચણા 250ગ્રામ 4,5 કલાક પલાળી ને પછી બાફી લેવા. બટાકા ને મેષ કરી લો,તેમાં ચણા, સ્વાદ પ્રમાણે મીઠું, સંચર 1 ચમચી, લાલ મરચું 3 ચમચી, પાણી પૂરી નો તૈયાર મસાલો 1 ચમચી, કોથમીર 50ગ્રામ જીની સમારેલી, ડુંગળી 2 જીની સમારેલી. આ બધું બરાબર મિક્ષ કરી લો. પાણી પૂરી નો મસાલો રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gopi Shah
Gopi Shah @Gopi1983
પર

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
You can check my profile and follow me if you wish.

Similar Recipes