કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

#EB
કેરીનો છૂંદો(ગેસ ઉપર બનાવેલો છુંદો)
રાંધવાની સૂચનાઓ
- 1
1 કિલો લાડવા કેરી ને છાલ ઉતારી ખમણી લેવી
- 2
એક તપેલામાં કેરીનું છીણ લેવું હવે તેમાં ચપટીક મીઠું અને દોઢ કિલો સાકર ઉમેરી પાંચ મિનિટ સુધી સતત હલાવવું
- 3
હવે ગેસ ચાલુ કરી તપેલાને ગેસ પર મૂકવું ફાસ્ટ તાપે હલાવતા રહેવું બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી સતત હલાવતા રહેવું
- 4
બેથી ત્રણ ઊભરા આવી જાય એટલે ગેસ ધીમો કરી પાછું જરા હલાવતા રહીને એક ડીશ મા ત્રણ-ચાર ટીપાં પાડી ચાસણી ચેક કરવી
બે તારી ચાસણી આવે એટલે છુંદો તૈયાર થઈ ગયો
લગભગ સાત થી આઠ જ મીનીટમાં ગેસ ઉપર છુંદો થઇ જાય છે - 5
જેવા ત્રણ-ચાર ઊભરા આવે ગેસ ધીમો કરી એક ડીશમાં ચાસણી માટે ટીપા કાઢી લેવા અને તપેલું ઉતારી ને એક મોટા વાસણમાં ઠંડું પાણી મુકી તેની અંદર મૂકી દેવો અને પંખો ચાલુ કરી પંખા નીચે તેને સતત હલાવતા રહેવું જેથી વરાળ બધી નીકળીને છૂંદો ઠંડો થવા લાગે આમ કરવાથી છૂંદા ની ચાસણી કડક નહીં થાય અને રસાદાર છુંદો તૈયાર થશે
જ્યારે ત્રણ થી ચાર ઉભરા આવશે અને તપેલું ઉતારી લેશો ત્યારે ચાસણીઢીલી લાગશે અને પતલી લાગશે પણ ઠરસે એટલે તે કડક થઈને બે તારી બની જશે એટલે તેને ગેસ ઉપર વધારે વાર રહેવા ના દેવું - 6
હવે છૂંદો ઠંડો થઈ જાય એટલે તેમાં જીરું શેકીને અધકચરુ વાટીને નાખવું અને એક ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી હલાવી લેવું તો તૈયાર છે કેરી નો નો છુંદો
- 7
હવે તેને એરટાઇટ બરણીમાં ભરી દેવો એક વર્ષ સુધી છુંદો આવો ને આવો જ રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week.3ઉનાળો શરૂ થાય ,અને કેરીની સીઝન શરૂ થાય ,એટલે અથાણાની સીઝન પણ ચાલુ થઈ જાય છે. તેમાં કેરીનો છૂંદો એવી આઇટમ છે ,જે નાનાથી મોટા દરેકને પસંદ પડે છે .અને ભાવે છે. છુંદો બે રીતે બને છે. એક તડકાનો અને બીજો ગેસ ઉપર. બરાબર ચાસણી થયેલો છુંદો આખું વરસ સારો રહે છે .અને છૂંદો થેપલા, મુઠીયા,ઢોકળા ,પરોઠા ,ભાખરી ,સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#NFRકેરીનો છૂંદો ઉનાળામાં બનતી અને તડકામાં બનતી રેસીપી છે જેના માટે આપણને ગેસ ની જરૂર હોતી નથી Kalpana Mavani -
છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EBWeek3છૂંદો બધાના ઘરમાં નાના - મોટા સૌને ભાવતો હોય છે. જયારે બાળકો ને શાક ના ભાવતું હોય ત્યારે છૂંદો બેસ્ટ ઓપ્સન છે. બાળકોને લંચબોક્સ મા પણ આપી શકાય છે. Jigna Shukla -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે#EB Nidhi Sanghvi -
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
કેરી નો છૂંદો (Keri Chhudno Recipe In Gujarati)
#EB#Week 3બધા અલગ અલગ પોતાની રીતે કેરીનો છૂંદો બનાવતા હશે હું અહીં જે રીતે બનાવું છું તે વ્રત માં પણ ખાઈ શકાય મીઠા વગર ના એકટાણા કરતા હોય તેમાં પણ ખાઈ શકાય અને મોરાકત, જયા પાર્વતી તેમાં પણ આ કેરીનો છૂંદો ખાઈ શકાય Sejal Kotecha -
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#week3 દરેક ગુજરાતી ઓનાં ધર માં બનતું આ અથાણું ખુબજ ટેસ્ટી બને છે.આ છુંદો તડકા છાયા નો પણ બને છે અને ઇન્સ્ટન્ટ ગેસ પર પણ બને છે.મે અહીંયા ગેસ પર બનાવ્યો છે .આ છુંદો આખું વર્ષ સારો રહે છે. Varsha Dave -
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBછૂંદો મેં તડકા છાંયડા નો બનાવ્યો છેરાજપુરી કેરી નો છે જો વધારે રસો જોઈએ તો દેશી કેરીનો બનાવો અને કગ દ થોડી વધારે ઉમેરવી . Shilpa Shah -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3ભાગ્યે જ એવું ગુજરાતી ઘર હશે કે જ્યાં છૂંદો બનશો નહીં હોય દરેક ગુજરાતીઓની આન બાન અને શાન એટલે તેમને તેમનો કેરીનો છૂંદો સુંદો આમ તો એક કેરી નું છે પણ તેમાં જ્યારે ઠીક ખટાશ મીઠાશ ખટાશ અને ગરમ તેજાના મસાલા નો વિશિષ્ટ સંગમ થાય ત્યારે તેનું એક અલગ પહેચાન બને છે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 મિત્રો છૂંદો એ ગુજરાતી ની ઓળખાણ છે છુંદા વગર અથાણાં અધૂરા છે એમાંય તડકા છાયા નો છૂંદો તો વાત જ કંઇક જુદી છે તો ચાલો માનીએ Hemali Rindani -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#APR અથાણાં & આઇસક્રીમ રેસીપી તડકા છાયા નો છુંદો. ગુજરાત માં બનતુ એક પ્રકાર નું અથાણું. આખું વરસ રંગ અને સ્વાદ એવોજ રહે છે. Dipika Bhalla -
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
ટિપ્પણીઓ