છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#EB
Week3
છૂંદો બધાના ઘરમાં નાના - મોટા સૌને ભાવતો હોય છે. જયારે બાળકો ને શાક ના ભાવતું હોય ત્યારે છૂંદો બેસ્ટ ઓપ્સન છે. બાળકોને લંચબોક્સ મા પણ આપી શકાય છે.

છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

#EB
Week3
છૂંદો બધાના ઘરમાં નાના - મોટા સૌને ભાવતો હોય છે. જયારે બાળકો ને શાક ના ભાવતું હોય ત્યારે છૂંદો બેસ્ટ ઓપ્સન છે. બાળકોને લંચબોક્સ મા પણ આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 1કિલો લાડવા કેરી
  2. 1કિલો દળેલી સાકર
  3. 1સ્પૂન હળદર
  4. 1સ્પૂન મીઠું
  5. 2સ્પૂન કાશ્મીરી મરચાપાવડર
  6. 2સ્પૂન શેકેલું જીરુંપાવડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા કેરી ને પાણીથી ધોઈને કોરી કરીને છાલ કાઢી ખમણીમા છોલ કરી લો. તપેલામાં લઈ હળદર,મીઠું નાખી 30 મિનિટ રહેવા દો.30 મિનિટ પછી દળેલી સાકર નાખી એકસરખું મિક્સ કરી તપેલામાં કોટન કપડું બાંધીને એક દિવસ ઘરમાં છાંયા માં રાખી દો.

  2. 2

    બીજે દિવસે તડકામાં આખો દિવસ રાખી દો. સાંજે છૂંદો ઘરમાં છાયા માં રાખી દેવાનો. રોજ છૂંદામાં ચમચો ફેરવી મિક્સ કરીને જોઈ લો. આ રીતે દિવસે તડકે અને રાત્રે ઘરમાં રાખવાથી 4થી 5 દિવસમાં આપણો રસદાર છૂંદો તૈયાર થઈ ગયો.

  3. 3

    હવે છૂંદા માં જીરું પાઉડર, મરચાં પાઉડર, નાખી એકસરખું મિક્સ કરીને કાચની બરણી માં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (5)

Similar Recipes