અપમ મેંદુવડા (Appam Menduwada recipe in Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#Fam
આ રેસિપી મારી પોતાની રીતે બનાવેલી છે. મારી સિક્રેટ રેસિપી. રીયલ માં મેંદુવડા ને તેલ માં ડીપ ફ્રાઈ કરી ને બનાવીએ છે. જેમાં ફુલ ફેટ હોય છે. અને આજકાલ બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. એટલે મેં વિચાર્યું કે જો આજ રેસિપી ને હેલ્ધી બનાવી એ તો? એટલે મેં અપમ પેન માં બનાવી જોઈ. પછી તો બસ બધા ને આ રીતે જ મેંદુવડા ભાવ્યા. હવે મારા ઘરે આજ રીતે બને છે.ખુબજ ટેસ્ટી લાગે છે. એટલે આ મારી સિક્રેટ રેસિપી કહેવાય. તમે પણ આ ટ્રાય કરજો. અને લો ફેટ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minit
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઅડદ ની દાળ
  2. 1 નાની વાડકીચોખા
  3. 1 ચમચીલીલા મરચાં (પીસેલા)
  4. 1 ચમચીલીલા ધાણા
  5. 1 ચમચીજીરું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ જરૂર મુજબ
  8. ચપટીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને ધોઈ ને 4-5 કલાક સુધી પાણી માં પલાળી રાખો. ત્યાર બાદ મિક્સર માં એકદમ સ્મુધ પીસી લો. ચોખા ને પણ પીસી લો. પછી બંને મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, લીલાં મરચાં, ધાણા અને એક ચપટી ખાવાનો સોડા એડ કરી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે અપમ પેન ને ગેસ પર મૂકી ગરમ કરી તેમાં અડધી ચમચી તેલ એડ કરો ત્યાર બાદ મેંદુવડા નું ખીરું નાખો. ઉપર ફરી તેલ નાંખી ને ઢાંકી ને બરાબર કુક થવા દો. 5 મિનિટ પછી તેને ફેરવી લો અને સહેજ તેલ નાખી ને ફરી કૂક થવા દો.

  4. 4

    આમ બધા અપમ મેંદુવડા બનાવી લો.

  5. 5

    તો તૈયાર છે એકદમ લો ફેટ અપમ મેંદુવડા. આને સંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes