ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week5
#cookpad_guj

ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક.

ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)

#EB
#week5
#cookpad_guj

ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 વ્યક્તિ
  1. 🎯 ગલકા ને મેરીનેટ કરવા ના ઘટકો :--
  2. 500 ગ્રામગલકા
  3. 1 કપખાટું દહીં
  4. 1/2 ટેબલ સ્પૂનધાણજીરુ પાઉડર
  5. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  7. 1 ટી સ્પૂનકસૂરી મેથી પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 🎯 વઘાર ના ઘટકો :---
  11. 1 ટેબલ સ્પૂનતેલ
  12. 1/2 ટી સ્પૂનરાઈ
  13. 1 ટી સ્પૂનજીરું
  14. 1/2 ટી સ્પૂનહિંગ
  15. 1 ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  16. 1 નંગજીની સમારેલી ડુંગળી
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  19. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  20. 1 ટી સ્પૂનતીખું લાલ મરચું પાઉડર
  21. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  22. 1 ટી સ્પૂનગરમ મસાલો
  23. 1 નંગજીણું સમારેલું ટામેટું
  24. 1/2 ટેબલ સ્પૂનગોળ
  25. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  26. 👉 ગાર્નિશ માટે :--
  27. લીલી કોથમીર ના પાન
  28. બેસન ની જીની સેવ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગલકા ને ધોઈ ને છાલ ઉતારી મોટા ટુકડા કરી તેની વચ્ચે એક કાપો કરી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ખાટું દહીં, ધાણા જીરું પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, કસૂરી મેથી પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં તેલ ઉમેરી મિક્સ કરી આમાં ગલકા ના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ને આ ગલકા ને 1 કલાક માટે મેરીનેટ માટે ઢાંકણ ઢાંકી ને બાજુ પર મૂકી રાખો.

  3. 3

    હવે આ શાક નો વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી ને તે ફૂટે એટલે તેમાં હિંગ ઉમેરી સાંતળી લો. હવે આમાં આદુ લસણ ની પેસ્ટ અને જીની સમારેલી ડુંગળી ઉમેરી ધીમા ગેસ ની આંચ પર ડુંગળી નો કલર બદલાય ત્યાં સુધી સાંતળી લો.

  4. 4

    હવે આમાં મીઠું, હળદર પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, તીખું લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી થોડી વાર માટે સાંતળી લો. હવે તેમાં જીણું સમારેલું ટામેટું ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુઘી ગેસ ની ધીમી આંચ પર સાંતળી લો.

  5. 5

    ત્યાર બાદ આમાં મેરિનેટ કરેલા ગલકા ઉમેરી મિક્સ કરી લો. ને પેન ઉપર પાણી ભરેલી પ્લેટ ઢાંકીને ગલકા ને 5 થી 7 મિનિટ માટે ચઢવા દો.

  6. 6

    ત્યાર બાદ આમાં ગોળ ઉમેરી ફરીથી 5 મિનિટ માટે ઢાંકી ને કૂક કરી લો. હવે ગેસ ની આંચ બંધ કરી લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    હવે આપણું એકદમ ચટાકેદાર કાઠિયાવાડી ગલકા સેવનું શાક તૈયાર છે સર્વ કરવા માટે. આ શાક ને લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરો. ને ઉપરથી બેસન ની જીની સેવ ઉમેરી સર્વ કરો. (આ શાક ને સર્વ કરવા ના સમયે જ સેવ ઉમેરવી)

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes