આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#Fam

મારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....

અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...

આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...

મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે.

આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Fam

મારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....

અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...

આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...

મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. સબ્જી માટે
  2. ૩ નંગમોટા બાફેલાં બટાકા
  3. ૧ કપવટાણા (frozen)
  4. ૧ નંગમોટી ડુંગળી
  5. ૧ નંગટામેટું
  6. ૧ ટે સ્પૂનઆદુ- મરચાં અને લસણની પેસ્ટ
  7. ૧ ટે સ્પૂનધાણાજીરું પાઉડર
  8. ૧ ટે સ્પૂનગરમ મસાલા પાઉડર
  9. ૧ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનકુમઠી લાલ મરચું પાઉડર
  11. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. જરૂર મુજબ પાણી
  14. ૧ ટે સ્પૂનકસૂરી મેથી
  15. ૨-૩ ટે સ્પૂન તેલ
  16. ૧ ટી સ્પૂનજીરું
  17. લચ્છા પરાઠા માટે
  18. ૨ કપઘઉં નો લોટ
  19. ૨ ટે સ્પૂનતેલ
  20. ચપટીમીઠું
  21. ૧/૨ ટે સ્પૂનકસૂરી મેથી
  22. જરૂર મુજબ પાણી
  23. મસાલા માટે : પરાઠા પર સ્પ્રિંકલ કરવા
  24. ૧ ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  25. ૧ ટે સ્પૂનચાટ મસાલા
  26. મીઠું સ્વાદાનુસાર
  27. ૧ ટી સ્પૂનજીરું પાઉડર
  28. ૧ ટી સ્પૂનગરમ મસાલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બરાબર ધોઈ કૂકરમાં બાફી લો. બીજી બાજુ આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી લો. માઈક્રોવેવમાં ડુંગળી અને ટામેટાની સ્લાઈસ કરીને high tem પર 5 મિનિટ માટે મૂકવું જેથી એની direct પેસ્ટ કરી લેવાય.

  2. 2

    માઇક્રોવેવ માંથી ડુંગળી અને ટામેટું કાઢી લઈ ઠંડુ પડે એટલે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. અને ફરી માઈક્રોવેવમાં 5 મિનિટ માટે વટાણાને મૂકી દો એટલે સરસ બફાઈ જાય અને સોફ્ટ થઈ જાય.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં જીરું તતળાવો. પછી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરો અને ૫ મિનિટ સાંતળો.પછી બધા મસાલા ઉમેરી અને થોડું પાણી નાખીને બરાબર મિક્ષ કરો લો.

  4. 4

    કુકર ઠંડુ પડે એટલે બટાકા છોલીને તેને મિડિયમ સાઈઝમાં સમારી લો. અને વટાણા પણ માઇક્રોવેવ માંથી બહાર કાઢી લો.

  5. 5

    હવે એ ગ્રેવીમાં બટાકા અને વટાણા ને ઉમેરી બરાબર મિક્ષ કરી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું... છેલ્લે તેમાં કસૂરી મેથી નાખીને મિક્સ કરી લો..

  6. 6

    લચ્છા પરાઠા માટે:
    એક બાઉલમાં લોટ,મીઠું,તેલ અને કસૂરી મેથી નાખી બરાબર મિક્ષ કરી પુરીનો લોટ બાંધીએ એવો લોટ બાંધી લેવો. તેના થોડા મોટા લુવા કરી લેવા.

  7. 7

    એક લુવો લઈ તેને મોટી રોટલી વણી લેવી અને પછી તેના પર ઘી ચોપડવું અને તેના પર મસાલો ભભરાવવો. પછી તેને એક આગળ અને એક પાછળ એમ ચપટી લઈ ફોલ્ડ કરતા જવું. અને પછી એટલે તેને ગોળ ફોલ્ડ કરી ફરી પરાઠું વણી લેવું અને તેને તવા પર શેકી લેવું. એટલે એક એક પડ છુટા પડશે. અને તેને ગરમાગરમ સબ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes