રસીલે આલુ (Raseele Aloo Recipe In Gujarati)

રસીલે આલુ અથવા ડૂબકી આલુ તરીકે જાણીતી આ સબ્જી ઉત્તર ભારતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે આ એક ઉત્તર ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કાંદા અને લસણ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવતો આ એક બટાકાના શાક નો ખૂબ જ સ્વાદિષ્ટ પ્રકાર છે. આ રીતનું બટાકાનું રસાવાળું શાક ટ્રાય કર્યા પછી તમે ચોક્કસ વિચારમાં પડી જશો કે રસાવાળું બટાકાનું શાક આવી રીતે પણ બની શકે અને આટલું સ્વાદિષ્ટ લાગી શકે!
રસીલે આલુ (Raseele Aloo Recipe In Gujarati)
રસીલે આલુ અથવા ડૂબકી આલુ તરીકે જાણીતી આ સબ્જી ઉત્તર ભારતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે આ એક ઉત્તર ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કાંદા અને લસણ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવતો આ એક બટાકાના શાક નો ખૂબ જ સ્વાદિષ્ટ પ્રકાર છે. આ રીતનું બટાકાનું રસાવાળું શાક ટ્રાય કર્યા પછી તમે ચોક્કસ વિચારમાં પડી જશો કે રસાવાળું બટાકાનું શાક આવી રીતે પણ બની શકે અને આટલું સ્વાદિષ્ટ લાગી શકે!
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફીને ઠંડા થાય એટલે અધકચરા છૂંદી લેવા. ટામેટાને વાટીને તેની પેસ્ટ બનાવી લેવી.
- 2
એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, તમાલપત્ર, લવિંગ અને આખું મરચું ઉમેરવું. જીરા નો કલર બદલાય એટલે તેમાં હીંગ, હળદર, લાલ મરચું, આદુ અને લીલા મરચા મરચા ઉમેરી બરાબર હલાવી લેવું. હવે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવીને મીડીયમ તાપ પર 5 - 7 મિનીટ સુધી પકાવવું.
- 3
હવે તેમાં શેકેલો ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લઈને મીડીયમ તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી પકાવીને તેમાં બટાકા ઉમેરીને હલાવી લેવું. હવે તેમાં મીઠું, મરીનો પાઉડર, ધાણા જીરું, સંચળ, આમચૂર, ગરમ મસાલો અને પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું. મીડીયમ તાપ પર 5 થી 7 મિનિટ સુધી પકાવવું.
- 4
હવે તેમાં કસુરી મેથી ઉમેરીને 2 મિનીટ સુધી પકાવવું. લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દેવો. શાકમાં રસા નું પ્રમાણ પસંદગી મુજબ વધારે કે ઓછું રાખી શકાય.
- 5
રસીલે આલુની સબ્જીપીરસવી.
Similar Recipes
-
આલુ ટુક (Aloo Tuk Recipe In Gujarati)
આલુ ટુક સિંધી સ્ટાઇલથી બનાવવામાં આવતું બટાકાનું સૂકું શાક છે જેમાં બટાકા ને બે વાર તળીને એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર સૂકો મસાલો ભરવામાં આવે છે. આલુ ટુક સિંધી કઢી અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને આખા ભોજન સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
પંપકીન નું શાક (Pumpkin nu shak recipe in Gujarati)
કોળું જેને કે અંગ્રેજીમાં પંપકીન કહેવામાં આવે છે એ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો મળે છે. ઘણા લોકો આ શાક ને પસંદ કરતા નથી પરંતુ જો એને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. ગોળ અને આમચૂર ઉમેરવાથી ખાટું મીઠું શાક તૈયાર થાય છે જે રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
બેડમી પૂરી વીથ આલુ ભાજી (Bedmi Poori Aloo Bhaji Recipe In Gujarati)
બેડમી પૂરી એ દીલ્હીઅને ઉત્તર પ્રદેશનું street food છે . જે સવારના બ્રેકફાસ્ટમાં લેવામાં આવે છે . તે મુખ્યત્વે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે અને તેને બટાકાના રસાવાળા શાક જોડે સર્વ કરવામાં આવે છે જે તીખું અને ચટાકેદાર હોય છે#SF#cookpadindia#cookpadgujarati Unnati Desai -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8 સાદી પૂરી અને મસાલા પૂરી બનાવતા જ હશો આજે મે આલુ પૂરી બનાવી છે જેને લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ઝટપટ થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
મથુરાની બેડમી પુરી(કચોરી) વીથ આલુ સબ્જી
#જોડી#Goldenapron#post18#આ ડીશ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત ડીશ છે. મથુરા અને આગરામાં બહુ જ જાણીતી છે.બેડમી પુરી એટલે અડદની દાળ ની કચોરી જેને બૈડઈ તરીકે પણ જાણીતી છે. Harsha Israni -
બેડમી પૂરી (Bedmi puri recipe in Gujarati)
બેડમી પૂરી એ ઉત્તર ભારતમાં ખાવામાં આવતો ખૂબ જ પ્રસિદ્ધ નાસ્તો છે. આગ્રાની બેડમી પૂરી ખુબ જ વખણાય છે. સામાન્ય રીતે બેડમી પૂરીને રસાવાળા બટાકા ના શાક સાથે પીરસવામાં આવે છે પણ એને અથાણા અથવા ચટણી સાથે પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી આ પૂરી ઉપરથી ક્રિસ્પ અને અંદરથી સોફ્ટ રહે છે. પૂરી ની અંદર ભરવામાં આવતા અડદની દાળના પુરણ નો સ્વાદ તો કંઈક અલગ જ છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ6 spicequeen -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
જોધપુરી આલુ / રાજસ્થાની આલુ / આલુ ફ્રાય (Jodhpuri aloo Recipe in Gujarati.)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad બેબી પોટેટોસ માંથી બનાવવામાં આવતું જોધપુરી આલુ ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી જોધપુરી આલુ, રાજસ્થાની આલુ, ચટપટું આલુ ફ્રાય એમ ઘણા નામોથી પ્રખ્યાત છે. આ વાનગી ઘણા ઓછા સમયમાં ફટાફટ ખુબ સરળતાથી બની જાય છે. તો ચાલો જોઈએ રાજસ્થાનની ખૂબ જ ફેમસ વાનગી જોધપુરી આલુ કઈ રીતે બને છે. Asmita Rupani -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
આલુ પાલક (aloo palak recipe in gujarati)
#નોર્થઆલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે . Dolly Porecha -
આલુ મસાલા પાત્રા (Aloo Masala Patra Recipe In Gujarati)
#આલુપાત્રા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. મેં તેમાં બટાકાનું કોમ્બિનેશન કરીને આલુ મિશ્રણ ભરીને પાત્રા તૈયાર કર્યા છે. Bijal Thaker -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#AM3આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું. Noopur Alok Vaishnav -
વઘારેલો ટોમેટો રાઈસ (Vagharelo tomato rice recipe in Gujarati)
આપણે ચોખા ના ઉપયોગ થી ઘણા પ્રકાર ના પુલાવ કે મસાલા ભાત બનાવતા હોઈએ છીએ. વઘારેલો ભાત ખૂબ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે જે ખૂબ ઝડપથી બની જાય છે. મેં ટામેટા નો ઉપયોગ કરી ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં વઘારેલો ટોમેટો રાઈસ બનાવ્યો છે જે અલગ અને સ્વાદિષ્ટ બને છે. આ ભાત ખાટું અથાણું, દહીં અને પાપડ સાથે ખાવાનું ની ખૂબ મજા આવે છે.#CB2#cookpadindia#cookpad_gu spicequeen -
બરી આલુ સબ્જી (Bari Aloo Sabji Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલ બરી-આલુ સબ્જી.. જ્યારે ચોમાસામાં બ઼હુ શાક ન આવે અને મોંઘા પણ હોય વડી વરસાદમાં બહાર જઈ ન શકાય એવી પરિસ્થિતિ માં ખૂબ જ ઉપયોગી થઈ પડે જો ઘરમાં જ આખા વર્ષ માટે વડી બનાવી રાખી હોય તો. આ વડી અડદની દાળ અને ash gaurd (પેઠા) નાંખીને બને છે. સામાન્ય રીતે દિવાળી પછી પેઠા મળે અને તડકો પણ સારો હોય તો બનાવીને રાખી લઈએ અને આખું વર્ષ જલસાથી ખાઈએ. બરી - આલુ સબ્જી (વડીનું શાક) Dr. Pushpa Dixit -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આલુ પાલક ની સબ્જી દરેક ભારતીયોના ઘરમાં બનતી જ હોય છે. કોઈ સૂકી બનાવે છે તો કોઈ ગ્રેવીવાળી બનાવી છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી પાલકને સુપ,થેપલા અથવા સબ્જી સ્વરૂપે લઈ આયર્નની કમી દૂર કરી શકાય છે. મેં અહીં પાલકની પ્યુરી બનાવીને તેને ટામેટાં ડુંગળીની પ્યુરી ખડા મસાલા સાથે શેકી તેમાં એડ કરી બાફેલા બટેકા અને મસાલા ઉમેરી સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે.#CWM2#Hathimasala#WLD#MBR7 Ankita Tank Parmar -
મેરીનેટેડ આલુ પકોડા અને બારબેકયું ચટણી (Marinated Aloo Pakoda Barbeque Chutney Recipe In Gujarati
#Fam#cookpadindia#cookpadgujaratiMarinated Aloo Pakoda with Barbeque Chutneyમારી મમ્મીને ત્યાં અમસ્તા જ કંઈક ગરમ ખાવું છે તો બટાકાના ચિપ્સના ભજીયા અવાર નવાર બને જ ... અને મારી મમ્મીના એ ભજીયા બહુ જ સરસ બને ... એની એ જ રેસિપિને મેં થોડી twist કરીને બનાવવા પ્રયત્ન કર્યો છે. આશા છે કે મારી આ રેસિપિને આવકાર મળશે. અને મેરીનેટેડ છે એટલે બરબેકયું ચટણી પણ સર્વ કરી એટલે બરબેકયુંની થોડી અંશે ફ્લેવર આવે..બટાકાના ચિપ્સના ભજીયા ખાઈને કંટાળ્યા હોવ તો આવી રીતે મેરીનેટ કરીને પકોડા બનાવી ટેસ્ટ કરજો ... એકદમ barbeque ખાતા હોય તેવો જ ટેસ્ટ આવશે...વરસાદ ની ઋતુમાં તો ગરમાં ગરમ પકોડા ની મહેફિલ જામવી જ જોઈએ , એનાથી વિશેષ શું હોય !!!!અને સાથે હોય barbque ચટણી ,પછી તો મજા જ પડી જાય..... Khyati's Kitchen -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (15)