લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312

પાલક માં ખૂબ જ ગુણકારી તત્વો હોય છે જેમ કે વિટામીન એ,વિટામીન સી,વિટામિન કે૧,ફોલિક એસિડ, લોહતત્વ,કૅલ્શિયમ.અહીં મેં એક ટ્વિસ્ટ આપીને પાલકનું કોમ્બિનેશન ખીચડી સાથે કર્યું છે જે હેલ્થી તો છે જ ટેસ્ટી પણ બઊજ લાગે છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર થી ટ્રાઇ કરજો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ લોકો માટે
  1. ૧ વાડકીચોખા અને ફોતરા વાળી દાળનું મિક્ષણ
  2. ૨ કપપાણી
  3. પાલક ની પ્યોરિ
  4. ૧ નંંગ કાપેલી ડુંગળી
  5. ૧ નંંગ કાપેલું ટામેટું
  6. આદુ,મરચા,લસણ વાટેલું
  7. ૭-૮ કળી લસણ ની કળી કટકા કરેલી
  8. 3 ચમચીતેલ
  9. ૧ ટેબલસ્પૂનમરચું
  10. ૧ ટેબલસ્પૂનહળદર
  11. ૧ ટેબલસ્પૂનધાણાજીરું
  12. ટેબસ્પૂન ગરમ મસાલો
  13. સ્વાદનુસર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    દાળ ચોખા ના મિક્ષણ ને પાણી નાખી 1/2 કલાક પલાળી રાખો

  2. 2

    1/2 કલાક પછી કુકર માં ૨ ગ્લાસ પાણી નાખી તેમાં દાળ ચોખા ઉમેરો થોડી હળદર અને મિઠું પણ નાખો, ૩-૪ સીટી વગાડી ખીચડી ને તૈયાર કરી લો

  3. 3

    ટામેટા અને ડુંગળી ને જીણા સમારો મેં અહીં કટર નો ઉપયોગ કર્યો છે

  4. 4

    પાલક ને ધોઈ સાફ કરી લો હવે તેને બ્લાન્ચ કરો, બ્લાન્ચ કરવા ઉકળતા પાણી મેં ૨ મિનિટ રાખો ને તરત નીકળી લો હવે તરત ઠંડા પાણી માં નાખી દો આમ કરવા થી પાલક નો લીલો કલર જળવાઇ રહે છે હવે મિક્સરમાં તેની પ્યોરિ તૈયાર કરી લો

  5. 5

    હવે એક કડાઈ માં ૨ ચમચી તેલ મુકો અને તેલ તતડે એટલે જીરું ને હિંગ નાખો, હવે તેમાં પેહલા ટામેટા અને ડુંગળી કાપેલા નાખો અને સાથે કાપેલા લીલા મરચા,આદુ અને લસણ વાટેલા ઉમેરો. સાથે મીઠું ઉમેરો જેથી જલ્દી ચડી જાય હવે તેમાં પાલક ની પ્યોરિ ઉમેરી અને સાથે બધા મસાલા પણ નાંખી દો, તેને પણ ૩-૪ મીનીટ ચડવા દો તેલ છૂટું પડતું દેખાય એટલે તેમાં તૈયાર થયેલ ખીચડી ઉમેરી ને સરખી હલાવી લો અને બીજી ૫ મિનીટ ચડવા દો હવે ખીચડી તૈયાર છે

  6. 6

    હવે વઘારીયા માં ૧ મોટો ચમચો તેલ લો ને ગેસ પર ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં લાલ મરચું ૧ ચમચી ને કાપેલી લસણ ની કળી ઓ ઉમેરો વઘાર થઈ જાય એટલે ગેસ બન્ધ કરી દો

  7. 7

    તૈયાર થયેલ ખીચડી ને સર્વિંગ બાઉલ માં નીકાળી લો ને હવે તૈયાર કરેલ તડકા ને ઉપર થી ખીચડી પર સ્પ્રેડ કરો, ખાતી વખતે લીંબુ નો રસ ઉમેરી ને ખાસો તો ટેસ્ટ સારો લાગે છે
    તો તૈયાર છે એકદમ સરસ સ્વાદ માં બહુ જ ટેસ્ટી લસૂણી પાલક ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312
પર

Similar Recipes