ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.
#Family recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5-7 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામવ્હાઈટ બટર (બહાર નું પણ ચાલે)
  2. 50 ગ્રામકોપરાનું ખમણ (ઝીણું)
  3. 50 ગ્રામદળેલી ખાંડ/ સાકર
  4. 3પેકેટ મેરી બિસ્કીટ (પાર્લેજી બિસ્કીટ પણ વાપરી શકો)
  5. 2 ચમચીચોકલેટ પાઉડર
  6. 1/5 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ મેરી બિસકીટ ના ટુકડા કરી મીક્ષરમાં દળી લેવું અને ચારણીથી એક બાઉલમાં ચારી લેવું.

  2. 2

    ત્યરા બાદ એમાં 2 ચમચી ચોકલેટ પાઉડર તેમજ દૂધ ઉમેરી રોટલીથી થોડો કડક લોટ બાંધવો.

  3. 3

    ત્યાંર બાદ એક બાઉલમાં બટર કોપરાનું ખમણ અને ખાંડ/સાકર ઉમેરી બેટર ત્યાર કરવું.

  4. 4

    ત્યારબાદ મેરી બિસ્કિટના બનાવેલા લોટ ના ત્રણ સરખા ભાગ કરી કોથરી (રોટલા ના ગળા) ઉપર રોટલી થી થોડા જાડાં વડી એની ઉપર બટર વાળું ત્યાર કરેલું બેટર લગાવી. ગોળ ગોળ રોલ બનાવવો.

  5. 5

    બધા રોલ બની જાય પછી એ રોલને સેટ કરવા માટે ફીઝમાં 35-40મિનિટ રાખવું. સેટ થઇ જાય પછી આના રોલ જેવા કટકા કરી સવ કરવું.

  6. 6

    ત્યાર છે આપણા ચોકલેટ રોલ અને તમે રક્ષાબંધ કે દિવાળી પર એક નવી સ્વીટ તરીકે પણ સવ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes