તુરીયા પાત્રા નું રસાવાળું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, ૧/૨ ચમચી હળદર, ૧/૪ ચમચી હિંગ,
  2. ૧/૨ ચમચીલાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, તેલ - પાણી પ્રમાણસર
  3. અળવી ના પાન, ૩૦૦ ગ્રામ. તુરીયા, ૧ ચમચી રાઈ, ૧ ચમચી ધાણાજીરુ
  4. ૧ ચમચીઆદુ- મરચાં, લસણ ની પેસ્ટ,૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ગોળ
  5. કોથમીર સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણાના લોટમાં બધાં મસાલા નાખી મિક્સ કરી પાણી નાખી ખીરુ બનાવો

  2. 2

    અળવી ના પાન ધોઈ નસ કાપી લોઈ નાખી ખીરુ લગાવી ઉપર બીજુ પાન મૂકી ફરી ખીરૂ લગાવી ત્રીજુ પાન મૂકી ખીરૂ લગાવી રોલ વાળો

  3. 3

    હવે બધાં રોલને વરાળે ૧૦/૧૫ મિનિટ બાફો જો રોલ નાના હોય તો આખા રાખવા નહીંતો બે ભાગમાં કટ કરવાનું

  4. 4

    પેનમાં ૩થી૪ ચમચી તેલ લઈ રાઈ નાખો તતડે એટલે હિંગ, આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો

  5. 5

    તુરીયાના ટુકડા નાખો ૧ કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી ચડવા દો ૮૦% જેટલા ચડવા દેવા

  6. 6

    પછી તેમાં હળદર, લાલ મરચું, મીઠું, ગોળ, ગરમ મસાલો અને પાત્રા નાખી ૫થી૭ મિનિટ ચડવા દેવું

  7. 7

    કોથમીર નાખવું હલાવી મિક્સ કરવું નીચે ઉતારી પ્લેટ માં કાઢી કોથમીર થી ગાૅનિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

Similar Recipes