ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#Fam
પોસ્ટ - 5
ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍

ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)

#Fam
પોસ્ટ - 5
ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામચણાનો લોટ/બેસન
  2. 3 ચમચીસોજી
  3. 1 ચમચીલીંબુના ફૂલ(citric acid)
  4. 1 ચમચીકુકિંગ સોડા
  5. 4 ચમચીખાંડ
  6. 1 ચમચીહિંગ
  7. 4 ચમચીતેલ મોણમાટે
  8. મીઠું જરૂર મુજબ
  9. વઘાર માટે જોઈશે:-
  10. 1/2 કપશીંગતેલ
  11. 2 ચમચીરાઈ
  12. 2 ચમચીતલ
  13. 1 ચમચીહિંગ
  14. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  15. ટુકડાલીલા મરચાના
  16. 4 ચમચીખાંડ
  17. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચાળીને ચણાનો લોટ અથવા બેસન લઈ લો....તેમાં સોજી ઉમેરો.એક વાટકીમાં ગરમ પાણી લઈ તેમાં ખાંડ અને લીંબુના ફૂલ ઉમેરી ઓગાળો... સાઈડ પર રાખો.

  2. 2

    હવે રૂમ ટેમ્પરેચર વાળુ પાણી લઈ ચણાનો લોટછે એ બાઉલમાં થોડું થોડું ઉમેરો....હાથેથી મિક્સ કરી ઘટ્ટ ખીરું બનાવો....લમ્સ ના રહે એ રીતે મિક્સ કરીલો...હવે તેમાં ખાંડ અને લીંબુના ફુલવાળું મિશ્રણ ઉમેરો...હિંગ અને જરૂર મુજબ મીઠું ઉમેરો...તેમાં તેલનું મોણઉમેરી એકજ diraction માં હલાવી....ઢાંકીને 10 મિનિટ સાઈડ પર રાખો.

  3. 3

    ગેસ પર સ્ટીમર અથવા ઢોકળિયા માં પાણી ઉમેરી ગરમ કરવા મુકો....અંદર સ્ટેન્ડ મૂકી એક ડબ્બા અથવા થાળીને ગ્રીસ કરીને સ્ટેન્ડ ઉપર મુકો...પાણી ઉકલે એટલે ખમણ ના ખીરામાં કુકિંગ સોડા અથવા ઈનો ઉમેરી એકજ દિશામાં ખૂબ ફેંટો.... ફીણ થઈને ખીરું ફ્લોફી થઈ જાય અને કલર સહેજ બદલાય એટલે ગ્રીસ કરેલ ઉભા કાંઠા વાળી થાળીમાં રેડી ફેલાવી દો....ઢાંકણ ઢાંકી 15 થી 20 મિનિટ બફાવા મુકો....

  4. 4

    ખમણ ને થોડી વાર પછી જોઈ ને ચપ્પુથી ચેક કરી લો કે કાચા નથી..ચપ્પુ સાફ બહાર નીકળે એટલે ખમણ થઈ ગયા છે....થાળી બહાર કાઢીને પાંચ મિનિટ ઠંડી થાય એટલે બીજા વાસણ કે થાળીમાં અનમોલ્ડ કરો...મનગમતા આકાર ના પીસ કરી લો..

  5. 5

    ખમણ નો વઘાર મુકો..રાઈ, હિંગ ઉમેરી રાઈ ફૂટે એટલે લીલા મરચાના ટુકડા ઉમેરો....છેલ્લે તલ નાંખી તરત જ ખમણ ઉપર વઘાર રેડી સ્પ્રેડ કરી દો.... લાલ મરચું સ્પ્રીંકલ કરો....આપણા ખમણ તૈયાર છે...જો વધારે સોફ્ટ જોઈએ તો 1 કંપ પાણી અને ખાંડ મિક્સ કરી ઉકાળો અને ખમણ ઉપર રેડીને પાંચ મિનિટ રાખો....સરસ રસીલા બનશે...હવે મનપસંદ રીતે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes