ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામબેસન
  2. 400મીલી પાણી
  3. 1 tbspમીઠું
  4. 2 ટેબલ સ્પૂનખાંડ
  5. 1 ટેબલ સ્પૂનલીંબુના ફૂલ
  6. 2 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટેબલ સ્પૂનરાઈ
  8. ૪-૫ નંગલીલા મરચાં
  9. કોથમીર અને તલ ગાર્નીશિંગ માટે
  10. વઘાર માટે
  11. ૩ ટેબલ સ્પૂન તેલ
  12. લીમડો
  13. 1 tbspબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસનના લોટને ચારણીથી ચાળી લો જેથી તેમાં ગાંઠ ન પડે.

  2. 2

    400ml પાણીમાં મીઠું,ખાંડ, લીંબુ ના ફૂલ અને તેલ મિક્સ કરી ખૂબ હલાવો. હવે તેમાં થોડો થોડો બેસન મિક્સ કરો અને હલાવતા રહો. હવે તેને ઢાંકીને દસ પંદર મિનિટ રાખી મૂકો.

  3. 3

    હવે ઢોકળા મુકવાની થાળીમાં તેલ લગાડો.

  4. 4

    હવે જે ખમણ ઢોકળાનું બેટર તૈયાર કર્યું છે, તેમાં ૧ ટી.સ્પૂન બેકિંગ સોડા મિક્સ કરી મિશ્રણ ને ત્રણથી ચાર મિનિટ હલાવો.

  5. 5

    હવે આ મિશ્રણને તેલ લગાડેલી થાળીમાં પાથરો. આ થાળીને ઢોકળીયામાં 20થી 25 મિનિટ વરાળથી બાફવા મૂકો.

  6. 6

    હવે ચપ્પુ વડે જોઈ લ્યો કે ઢોકળા કાચા નથી ને. આ રીતે ઢોકળા તૈયાર થઈ જાય એટલે બહાર કાઢી 30 મિનિટ સુધી થાળી ઠંડી કરવા મુકો.

  7. 7

    હવે એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ લઈ, તેમાં રાઈ, હિંગ, લીલા અને મરચા નાખી વઘાર કરી, સાંતળી, તેમાં 3/4 કપ પાણી મિક્સ કરી, તેમાં ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર નાખો.

  8. 8

    હવે ઢોકળાની થાળી ને ઉથલાવીને, ઢોકળા ના પીસ કરી આપણે તૈયાર કરેલ વઘારને તેના પર પાથરો. હવે તેના પર કોથમીર વડે સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes