સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#AsahiKaseiIndia
#baking

ડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે....

સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#baking

ડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2-3 કલાક
4-5 વ્યક્તિ
  1. ➡️ડો માટે,
  2. 2 કપમેંદો(લગભગ 300 ગ્રામ જેટલો)
  3. 1 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  4. 1/2 ટી સ્પૂનમીઠું
  5. 1 ટી સ્પૂનમરી પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનગાર્લિક પાઉડર
  8. 1 ટી સ્પૂનઓરેગાનો
  9. 1 કપહૂંફાળું ગરમ પાણી
  10. 1 +1/2 ટી સ્પૂન ઇન્સ્ટન્ટ યીસ્ટ
  11. 1 ટેબલ સ્પૂનખાંડ
  12. 3-4 ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ કે સનફ્લાવર ઓઇલ
  13. ➡️સ્ટફીંગ માટે,
  14. 1મિડિયમ સાઇઝની ડુંગળી
  15. 1/2કેપ્સીકમ
  16. 1-2 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  17. 3 ટેબલ સ્પૂનઅમેરિકન કોર્નના દાણા
  18. 1 કપમોઝરેલા ચીઝ
  19. 1-2લીલા મરચાં
  20. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  21. 1 ટી સ્પૂનઓરેગાનો
  22. ➡️2-3 ટેબલ સ્પૂન બટર
  23. ➡️ઉપરથી છાંટવા 1 ટી સ્પૂન ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

2-3 કલાક
  1. 1

    ➡️ડો બનાવવા માટે,
    એક નાના બાઉલમાં 1/2 કપ હૂંફાળું ગરમ પાણી લઇ તેમાં ખાંડ ઓગાળી લેવી. પછી તેમાં યીસ્ટ નાખી હલાવી ઢાંકીને 5-10 મિનિટ માટે રાખવું.

  2. 2

    બીજા મોટા બાઉલમાં મેંદો અને મિલ્ક પાઉડર ચાળીને લેવો. તેમાં મીઠું, મરી પાઉડર, ગાર્લિક પાઉડર, લસણની પેસ્ટ, ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી લેવું. તેટલી વારમાં યીસ્ટનું મિશ્રણ ફૂલી ગયું હશે.(ફ્રોથી થયું હશે).

  3. 3

    યીસ્ટનું મિશ્રણ લોટમાં ઉમેરી જરુર પૂરતું પાણી લઇ મુલાયમ પરોઠા જેવો લોટ બાંધવો. મારે બીજા 1/4 કપ પાણીની જરુર પડી હતી.

  4. 4

    બાંધેલા લોટને 10-15 મિનિટ માટે ગ્લુટેન ફોર્મ થાય ત્યાં સુધી મસળવાનો છે. લોટ સ્ટીકી હશે. તો 1-1 ચમચી તેલ ઉમેરતા જઇ મસળતા જવું. બધું થઇ 2-3 ટેબલ સ્પૂન તેલ જરુર પડશે. લોટ એટલો મસળવો કે પૂરતું ખેંચ્યા પછી પણ વચ્ચેથી તૂટે નહીં અને ખેંચાય. આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે સારી જાળીદાર બ્રેડ બને તે માટે. પછી લોટ પર તેલ લગાવી ગોળો વાળી ક્લીંગ રેપરથી એરટાઇટ ઢાંકી દોઢ કલાક માટે પ્રૂફીંગ કરવું.

  5. 5

    ➡️તે દરમિયાન સ્ટફીંગ તૈયાર કરી લેવું. એક બાઉલમાં ડુંગળી, કેપ્સીકમ,લીલા મરચાંને ઝીણા સમારીને લેવા. તેમાં લસણની પેસ્ટ અને કોર્ન ઉમેરવા. મોઝરેલા ચીઝ ના નાના ટુકડા અથવા છીણેલું ઉમેરવું. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવો. હલાવી બધું બરાબર મિક્સ કરી લેવું.

  6. 6

    દોઢ કલાક પછી લોટ ફૂલીને ડબલ થયો હશે. પંચ કરી વધારાની એર નીકાળી લોટને હલકો મસળી ભેગો કરવો.ઓવનને 220° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેવું. ઓવન વધારે અને જલ્દીથી ગરમ થતું હોય તો ટેમ્પરેચર 200° રાખવું.

  7. 7

    લોટના 3 ભાગ કરવા. થોડોક મકાઇનો લોટ ભભરાવી 1 ભાગનો ગોળો બનાવી હાથથી થેપી રોટલો બનાવવો. તેના પર બધી બાજુ બ્રશથી બટર લગાવવું. અને અડધા ભાગમાં સ્ટફીંગ પાથરવું. બાકીના અડધા ભાગથી તેને ઢાંકી દેવું. કિનારી સરખી દબાવી દેવી.

  8. 8

    સાચવીને ઉઠાવી ગ્રીઝ કરેલી બેકિંગ ટ્રેમાં મૂકવું. ઉપર ફરી બટરનું બ્રશિંગ કરી ઓરેગાનો છાંટવો. અને ચપ્પાથી અડધા સુધી કપાય તેવા હળવા હાથે કાપા પાડી લેવા. તેને 5-10 મિનિટ એમ જ રાખી પ્રૂફ થવા દેવું. પછી પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 15-20 મિનિટ માટે 220° પર બેક કરવી.

  9. 9

    1 બ્રેડ બેક થતી હોય તેટલામાં બીજી તૈયાર કરી પ્રૂફ થવા દેવી. પહેલી બહાર કાઢી બીજી તરત ઓવનમાં મૂકી દેવી. મોટું ઓવન હોય તો એકસાથે પણ બેક થઇ જશે. બને તેવી ગરમ જ સર્વ કરવી. કોલ્ડ ડ્રીંક્સ અને કેચઅપ સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

Similar Recipes