વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#AsahiKaseiIndia
#BakingRecipe
#cookpadindia
#cookpadgujarati
#anniversaryspecial

Eggless Vanilla cake ... It's too spongy and yummy...

વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#BakingRecipe
#cookpadindia
#cookpadgujarati
#anniversaryspecial

Eggless Vanilla cake ... It's too spongy and yummy...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫૦૦ ગ્રામ
  1. કેક માટે
  2. ૧ કપમેંદો
  3. ૧/૪ કપપાઉડર ખાંડ
  4. ૨ ટે સ્પૂનકોર્ન ફ્લોર
  5. ૧/૨ કપદૂધ (રૂમ ટેમ્પરેચર)
  6. ૧/૪ કપઓલિવ ઓઇલ
  7. ૧/૪ કપકૅન્ડેન્સડ મિલ્ક
  8. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  9. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  10. ૧ ટી સ્પૂનવિનેગર
  11. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  12. ચાયણી
  13. કેક કન્ટેનર
  14. વ્હિપ ક્રીમ માટે
  15. ૧ કપક્રીમ
  16. ૧/૪ કપઆઇસિંગ ખાંડ
  17. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  18. ઇલેક્ટ્રિક બીટર
  19. ખાંડ સીરપ માટે
  20. ૧ ટે સ્પૂનપાઉડર ખાંડ
  21. ખાંડ ડૂબે એટલું પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઓવન ને પ્રિ હિટ કરવા મૂકી દેવું. અને કેક કન્ટેનરને ગ્રીસ કરીને તૈયાર કરી લેવું. પછી એક બાઉલમાં ચાયણી મૂકી મેંદો,પાઉડર ખાંડ અને કોર્ન ફ્લોર લઈ ચાળી લો.

  2. 2

    બરાબર મિક્ષ કરી તેમાં ૧/૪ કપ ઓલિવ ઓઇલ ઉમેરો અને મિક્સ કરી લો. પછી તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી બરાબર મિક્ષ કરી લો. Lumps ન રહેવા જોઈએ. પછી તેમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લો. અને પછી ધીરે ધીરે દૂધ ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ. અને એમદમ smooth બેટર બનાવી લો.

  3. 3

    પછી તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને વિનેગર નાખી બરાબર મિક્ષ કરી લો. અને તરત જ કેક કન્ટેનરમાં લઈ લો. અને બરાબર tap કરીને હવા રહિત કરીને bubbles ન રહે એમ તૈયાર કરી તેને ઓવનમાં 180ડી સે પર 30-35 મિનિટ માટે bake કરવા મુકો.

  4. 4

    Bake થઈ જાય એટલે ઓવનમાંથી બહાર કાઢી લઈ તેને ઠંડી પડવા દો. ત્યાં સુધી ખાંડ સીરપ તૈયાર કરી લો.

  5. 5

    કેકને અનમોલ્ડ કરીને ઢાંકીને રાખો. ત્યાં સુધી વ્હિપ ક્રીમ તૈયાર કરી લો. ઠંડી પડેલી કેકને વચ્ચેથી બે ભાગ કરી લો. એક ભાગ લઈ તેના પર ખાંડ સીરપ લગાડો પછી વ્હિપ ક્રીમ લગાડો. પછી તેના પર બીજો ભાગ મૂકી ફરી ખાંડ સીરપ લગાડી વ્હિપ ક્રીમ લગાડી કેકની ચારે બાજુ વ્હિપ ક્રીમ લગાડી ને leveling કરી લો... અને પછી ગમે એવું decoration કરીને presant કરો.

  6. 6

    મેં અહીંયા foundant use કરીને flowers અને heart બનાવ્યા છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes